Aapnu Gujarat
મનોરંજન

આલિયા અને સિદ્ધાર્થ વચ્ચે સંબંધ તંગ બન્યા હોવાનાં રિપોર્ટ

આશાસ્પદ અભિનેતા સિદ્ધાર્થ મલહોત્રા અને આલિયા ભટ્ટ વચ્ચેના સંબંધ હવે તંગ બન્યા હોવાના હેવાલ મળ્યા છે. તેમની વચ્ચે મતભેદો સર્જાયા છે. આના માટે કેટલાક કારણોને જવાબદાર ગણવામા ંઆવે છે. સિદ્ધાર્થ હાલમાં રિતિક રોશન અને કેટરીના કેફ અભિનિત બેંગ બેંગની સિક્વલ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં તેની સાથે જેક્લીન કામ કરી રહી છે. ફિલ્મને લઇને તે આશાવાદી બનેલો છે. આલિયા અને સિદ્ધાર્થ એકબીજાના પ્રેમમાં હોવાના હેવાલ હાલમાં આવી રહ્યા હતા. બોલિવુડમાં આંશિકી બન્ને સુપરહિટ રહ્યા બાદ હવે આંશિકી-૩ બનાવવાની હિલચાલ હાથ ધરવામાં આવી છે. આ ફિલ્મમાં પહેલા રિતિક રોશન અને સોનમ કપુરની જાદુઇ જોડીને ચમકાવવાની યોજના હતી પરંતુ હવે આ યોજના હવે પડતી મુકવામાં આવી છે. હવે આંશિકી-૩ ફિલ્માં સિદ્ધાર્થ મલહોત્રા અને આલિયા ભટ્ટને લેવાનો નિર્ણય કરાયો હોવાના અહેવાલ મળ્યા છે. આંશિકી-૩ ફિલ્મ બનાવવાની યોજના અંગે પુછવામાં આવતા ફિલ્મ નિર્માતા અને આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટે કહ્યુ હતુ કે ફિલ્મ ચોક્કસપણે બનાવવામાં આવનાર છે. તેમના ફિલ્મ નિર્માતા ભાઇ મુકેશ ભટ્ટની સાથે મળીને ફિલ્મ બનાવાશે. ભુષણ કુમાર પણ મદદ કરશે. મોહિત સુરી નિર્દેશક તરીકે કામ કરનાર છે. હાલમાં ફિલ્મની પટકથા પર કામ ચાલી રહ્યુ છે. આલિયા લીડ રોલ કરવા માટે તૈયાર છે. અત્રે નોંધનીય છે કે વર્ષ ૧૯૯૦માં સૌથી પહેલા આંશિકી ફિલ્મ બની હતી. જે બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. આ ફિલ્મ સાથે રાહુલ રોય અને અનુ અગ્રવાલે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. બન્ને રાતોરાત સ્ટાર બની ગયા હતા. ઓરિજિનલ ફિલ્મ બોક્સ ઓફિસ પર તમામ લોકોને પસંદ પડી હતી.
વર્ષ ૨૦૧૩માં આંશિકી-૨ ફિલ્મ બનાવાઇ હતી. જેમાં શ્રદ્ધા કપુર અને આદિત્ય રોય કપુરે ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ પણ હિટ રહી હતી.

Related posts

અર્જુન કપુર અને પરિણિતી દિબાન્કરની ફિલ્મમાં રહેશે

aapnugujarat

सबसे पसंदीदा लोगों की लिस्ट में ऐंजलिना टॉप पर

aapnugujarat

अदिति ने पूरी की ‘हे सिनामिका’ की शूटिंग

editor

Leave a Comment

UA-96247877-1