Aapnu Gujarat
મનોરંજન

પ્રિયંકા ચોપરાનો ખુલાસો, પસંદ છે પીછો કરનાર લોકો

બોલીવુડથી લઇને હોલીવુડમાં છવાયેલી એક્ટ્રેસ પ્રિયંકાચોપરા હાલ પોતાના હોલીવુડ પ્રોજેક્ટ્‌સને લઇને ખૂબ જ બીઝી છે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસરા પ્રિયંકા ટૂંક સમયમાં સ્ટાર પ્લસના અપકમિંગ શો ઇન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટાર પર જજ તરીકે જોવા મળશે. આ શો દરમિયાન પ્રિયંકાએ કંઇક એવું કહી નાંખ્યું જેને સાંભળીને સૌકોઇ ચોંકી ઉઠ્યાં છે.
હકીકતમાં શોમાં એક કન્ટેસ્ટન્ટે પ્રિયંકાને કહ્યું કે તે પ્રિયંકાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.તેના પર પ્રિયંકાએ કહ્યું કે,મને એ જાણીને ખુશી થઇ કે તમે મારા વિશે આટલું જાણો છો. મને ગમે છે જ્યારે લોકો ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરે છે કારણ કે હુ પોતે એ જોઉં છું કે કેટલા લોકો મારી સ્ટોરી અને પોસ્ટ જોવે છે.૩૫ વર્ષીય પ્રિયંકાના લગ્નને લઇને તેના ચાહકો ખુબ જ એક્સાઇટેડ છે.
તે લગ્ન ક્યારે કરશે તે અંગે તેણે જણાવ્યું કે લગ્ન કોઇ પ્લાનિંગથી નથી થતાં. તમને તમારા મિસ્ટર રાઇટની તલાશ જરૂર હોય છે. જો મને મિસ્ટર રાઇટ મળી જશે તો હું તરત જ લગ્ન કરી લઇશ.

Related posts

શાનદાર અભિનય છતાં પણ ઇલિયાના ફ્લોપ

aapnugujarat

यशराज फिल्म्स 50वीं सालगिरह पर संग्रहालय बनाने की तैयारी में

editor

१० दिसंबर को अब दिल्ली में लाइव परफॉम करेंगे दबंग सलमान खान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1