Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

વેલકમ ૨૦૧૮ : દુનિયા જશ્નમાં ડૂબી

ઉજવળ ભવિષ્યની નવી આશા સાથે વર્ષ ૨૦૧૮ના આગમનનું સમગ્ર વિશ્વમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ભારત સહિત સમગ્ર વિશ્વના લોકો ૨૦૧૮ના આગમન પર જશ્નમાં ડુબી ગયા હતા. લાખો લોકોએ સિડનીમાં જાહેરમાં ઉજવણી કરી હતી. આશરે સાત ટન ફટાકડાની આતશબાજી હાર્બર બ્રીજ અને તેની આસપાસની બોટ્‌સ ઉપર કરવામાં આવી હતી. ૭૦ લાખ ડૉલરથી વધુનો ધુમાડો આ કાર્યક્રમો ઉપર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાત્રે ૧૨ના ટકોરે જ ભવ્ય આતશબાજી થઈ હતી. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આતશબાજીનો અદ્‌ભુત નજારો જોવા મળ્યો હતો.
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં પણ જોરશોરથી નવા વર્ષને વધાવી લેઇને ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. ન્યુઝીલેન્ડમાં સૌથી પહેલા નવા વર્ષની શરૂઆત થાય છે. દુબઈ, હોંગકોંગ, સિંગાપુર, ચીન અને જાપાન જેવા દેશોમાં નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાં બોલિવૂડના કલાકારોએ પણ શાનદાર રીતે ઉજવણી કરી હતી. તમામ બોલિવુડના કલાકારો ઉજવણીમાં જોડાયા હતા. નવા વર્ષનો આ જશ્ન હવે ત્રણ ચાર દિવસ સુધી જારી રહે તેમ માનવામાં આવે છે નવા વર્ષના સ્વાગતમાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ૧૫ મિનિટ સુધી સેકડો મિલિયન ડોલરના ખર્ચે શાનદાર આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. સિડનીમાં હાર્બર પુલ પર લાખો લોકો જમા થયા હતા. હાર્બર પુલ પર લાખો લોકોએ ટાઇમ ટુ ડ્રીમ પર બનેલા આતશબાજીની મજા માણી હતી. બીજી બાજુ જાપાનના પાટનગર ટોક્યોમાં હજારો લોકોએ નવા વર્ષની શુભેચ્છા સાથે ફુગ્ગાઓ છોડ્યા હતા. જે ફુગ્ગાઓ છોડવામાં આવ્યા હતા તેમાં નવા વર્ષની શુભેચ્છા લખવામાં આવી હતી. હોંગકોંગમાં મોટી સંખ્યામાં લોકો ઉજવણીમાં ડુબી ગયા હતા. ગગનચુંબી ઇમારત પર રોશની કરવામાં આવી હતી. તાઇવાનમાં વિશ્વની બીજા નંબરની ઇમારત તાઇપેઇનો નજારો જોવા જેવો હતો.
દુનિયામાં સૌથી પહેલા નવા વર્ષનો સ્વાગત સામોઆ અને તોકલાઉમાં કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય તારીખ રેખાની દ્રષ્ટિએ સૌથી પહેલા અહીં નવા વર્ષની શરૂઆત થાય છે. બરોબરા રાતના ૧૨ના ટકોરે આગળ દિવસની શરૂઆત થઇ ગઇ હતી. વિશ્વભરના નેતાઓએ તેમના શાંતિ સંદેશાઓ આપવાની શરૂઆત કરી દીધી હતી. ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં નવા વર્ષની શરૂઆત થઇ હતી. બીજી બાજુ વિશ્વના દેશોએ પણ નવા વર્ષનું ભવ્ય કાર્યક્રમ અને શાનદાર આતશબાજી સાથે સ્વાગત કર્યું હતું.
ઓકલેન્ડ શહેર બાદ ઓસ્ટ્રેલિયાના પાટનગર સિડનીમાં ઉજવણી કરાઇ હતી. સમગ્ર વિશ્વના લોકો ૨૦૧૭ને ગુડબાય કરવા અને ૨૦૧૮ને આવકારવા પહેલાથી જ તૈયાર થઇ ગયા હતા. ઓકલેન્ડમાં સમગ્ર આકાશ આતશબાજીથી છવાઇ ગયું હતું.
ભવ્ય રંગારંગ કાર્યક્રમો અને આતશબાજી સમગ્ર વિશ્વમાં થઇ હતી. વર્ષ ૨૦૧૭ વેપાર ઉદ્યોગની દ્રષ્ટિએ સાનુકુળ રહ્યું હોવા છતાં ઉજવણી માટે લોકો આને ભૂલી ગયા હતા અને ખુશીથી નવા વર્ષના સ્વાગત માટે બહાર નિકળ્યા હતા.તમામ લોકોએ જુદી જુદી રીતે ઉજવણી કરી હતી. ૨૦૧૭મા વિવિધ કારણોસર મંદી રહી હતી. રહી હતી છતાં વૈશ્વિક અર્થવ્યવસ્થા હવે એવી બની ગઇ છે. જેમાં દરેક વ્યક્તિ નોકરી કરતી થઇ છે. જેથી ઉજવણી માટે ખર્ચ કરવાથી પીછેહટ કરતી નથી. વિશ્વભરમાં ૨૦૧૮ને આવકારવા માટે તૈયારી થઈ ચુકી હતી.. યુરોપના દેશોમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ન્યૂયોર્ક શહેરમાં લાખો લોકો ટાઈમ્સ સ્કવેર ખાતે પરંપરાગત મીડ નાઈટ બોલ ડ્રોપને જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાથી શરૂ થયેલી ઉજવણી એશિયન દેશોમાં થઇને અમેરિકા ખાતે પૂર્ણ થઇ હતી. જાપાનમાં મધ્ય રાત્રિ પરંપરાગત પ્રાર્થના સભા યોજવામાં આવી હતી.
પશ્ચિમી રાષ્ટ્રોમાં વિયેતનામથી નવા વર્ષની ઉજવણી થઇ રહી છે. તાઇપેઇ અને તાઇવાનમાં પણ ફટાકડાઓ ફોડીને નવા વર્ષના આગમનને વધાવી લીધો હતો. વિશ્વના અન્ય દેશોમાં ભવ્ય ઉજવણીની સાથે સાથે ભારતમાં પણ નવા વર્ષની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે ૧૨ વાગ્યાના ટકોરે નવા વર્ષની શરૂઆત થતા લોકોએ ફટાકડા ફોડીને ભવ્ય આતશબાજી કરી હતી. સાથે સાથે અન્ય રીતે પણ પાર્ટીઓ મનાવવામાં આવી હતી. પાર્ટીઓના દોર સવાર સુધી ચાલ્યા હતા. સાવચેતીના પગલાં પણ લેવાયા હતા.
સિડની હાર્બર ખાતે સૌથી ભવ્ય નજારો જોવા મળ્યો હતો. ભારતમાં પણ તમામ મોટા શહેરોમાં જોરદાર ઉજવણી ચાલી હતી. દિલ્હી, મુંબઇ, પુણે, જયપુર, બેંગલોર અને અન્ય તમામ મોટા શહેરોમાં ભવ્ય ઉજવણી થઇ હતી. ખાસ કરીને યુવા પેઢીએ નવા વર્ષની ઉજવણી ભવ્ય રીતે કરી હતી.

Related posts

लालू यादव ने दिया कांग्रेस में जाने का सुझाव : शत्रुघ्न

aapnugujarat

ફ્લોરિડામાં યુવકે બેન્કમાં કર્યો ગોળીબાર : પાંચ લોકોના મોત

aapnugujarat

રાફેલ ડિલમાં દસા કંપની મોદીને બચાવી રહી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1