Aapnu Gujarat
બ્લોગ

૨૦૧૭માં શશી કપૂર, વિનોદ ખન્ના, કુંદન શાહ, ઓમ પુરી, રીમા લાગુ સહિત બોલીવુડ હસ્તીઓની વિદાય….

વર્ષ ૨૦૧૭માં અનેક મોટી હસ્તીઓની વિદાય થઇ હતી જેમાં વિનોદ ખન્ના, ઓમપુરી, શશી કપૂર, કુન્દનશાહનો સમાવેશ થાય છે. આ તમામના અવસાનથી બોલીવુડમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. ખુબ જ લોકપ્રિયતા આ તમામ કલાકારોએ પોતપોતાના સમયમાં મેળવી હતી. કોની કોની વિદાય થઇ તે નીચે મુજબ છે.
વિનોદ ખન્નાનું નિધન
વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા પૈકીના એક અને સંસદ સભ્ય વિનોદ ખન્નાનુ ૨૭મી એપ્રિલના દિવસે અવસાન થતા બોલિવુડમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. વિનોદ ખન્ના ૭૦ વર્ષના હતા. તેઓ ઘણા સમયથી બિમાર હતા. અમર અકબર એન્થોની, કુરબાની અને ઈન્સાફ જેવી ફિલ્મોમાં પોતાની ભૂમિકાના કારણે ખૂબ જ લોકપ્રિય થયેલા અને કરોડો ફિલ્મી ચાહકોના દિલો દિમાગ ઉપર રહેલા વિનોદ ખન્નાનું ૭૦ વર્ષની વયે અવસાન થયું હતું. ગુરૂદાસપુરના સાંસદ રહેલા વિનોદ ખન્નાએ મુંબઇની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતા તેમની પત્ની કવિતા ખન્ના અને ચાર બાળકોને છોડીને ગયા છે. જેમાં રાહુલ, અક્ષય, સાક્ષી અને શ્રદ્ધાનો સમાવેશ થાય છે. રાહુલ અને અક્ષય બંને તેમની પ્રથમ પત્ની ગીતાંજલીના પુત્ર છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી હેન્ડસમ અભિનેતા પૈકીના એક તરીકેની તેમની ગણતરી કરવામાં આવતી હતી. ૧૯૭૦ અને ૧૯૮૦ના દશકમાં વિનોદ ખન્નાએ ભારે લોકપ્રિયતા જગાવી હતી. લોકપ્રિયતાની ચરમસીમા ઉપર વિનોદ ખન્નાએ એકાએક એકટીંગથી બ્રેક લઈને પણ તમામને ચોંકાવ્યા હતા અને ૮૦ના દશકમાં ફરી એન્ટ્રી કરી હતી. ત્યારબાદ ઈન્સાફ અને સત્યમેવ જયતે જેવી ફિલ્મ આપી હતી. વિનોદ ખન્ના છેલ્લે ૨૦૧૫માં શાહરૂખખાન અભિનિત દિલવાલેમાં નજરે પડ્યા હતા. વિનોદ ખન્નાએ પોતાની કેરિયરમાં નકારાત્મક ભૂમિકા પણ અદા કરી હતી. જેના કારણે પણ લોકપ્રિયતા મળી હતી. મેરે અપને ફિલ્મમાં વિનોદ ખન્નાએ પ્રથમ હીટ ફિલ્મ તરીકે લોકપ્રિયતા મેળવી હતી. જ્યારે મેરા ગાંવ મેરા દેશ જેવી સુપર હિટ ફિલ્મમાં ખન્નાએ વિલન તરીકેની ભૂમિકા અદા કરી હતી.
ઓમપુરીનુ નિધન
દેશના સર્વશ્રેષ્ઠ અભિનેતામાં સામેલ અને પોતાના ખાસ અવાજના કારણે વધારે જાણીતા રહેલા બોલિવુડ સ્ટાર ઓમપુરીનુ છટ્ઠી જાન્‌આરીના દિવસે સવારે હાર્ટ અટેક થયા બાદ અવસાન થયુ હતુ. ઓમપુરીના અવસાનના સમાચાર ફેલાતાની સાથે જ બોલિવુડની સાથે સાથે દેશના કરોડો ચાહકોમાં પણ આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ.ઓમપુરી એવા ખુબ ઓછા અભિનેતામાં સામેલ હતા જે સમાંતર સિનેમાની સાથે સાથે કોમર્શિયલ ફિલ્મોમા ંપણ સફળતા મેળવી ગયા હતા. ઓમપુરીએ ફિલ્મ અર્ધસત્ય મારફતે અભિનયની નવા સપાટીને સ્પર્શ કરી હતી. આ ફિલ્મમાં યાદગાર ભૂમિકા અદા કરવા બદલ ઓમપુરીને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓમપુરી હોલિવુડ ફિલ્મમાં પણ કામ કરી ચુક્યા હતા.
ઓમપુરીનો જન્મ અંબાલાના એક પંજાબી પરિવારમાં થયો હતો. વર્ષ ૧૯૯૩માં ઓમપુરીએ નંદિતા પુરી સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૧૩માં તલાક થઇ ગયા હતા. તેમનો એક પુત્ર ઇશાન છે. ઓમપુરીના અવસાન થયા બાદ બોલિવુડમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. ઓમપુરીએ પોતાની કેરિયરમાં અનેક ફિલ્મો કરી હતી. પરંતુ તેમની દસ ફિલ્મો ભારે ચર્ચામાં રહી હતી. જેમાં અર્ધસત્ય, જાને ભી દો યારો, મિર્ચ મસાલા, આક્રોશ, આસ્થા, તમસ, ચાચી ૪૨૦ . માચીસ. ઇસ્ટ ઇઝ ઇસ્ટનો સમાવેશ થાય છે. ભવની ભવાઇ, ધારાવી જેવી ફિલ્મ પણ કરી હતી. હેરાફેરી, સિંગ ઇઝ કિંગ અને મેરે બાપ પહેલે આપ જેવી ફિલ્મમાં કોમેડી પણ કરીને તમામને ચોંકાવી દીધા હતા. ઓમપુરીએ પોતાની કેરિયરની શરૂઆત વર્ષ ૧૯૭૬માં મરાઠી ફિલ્મ ઘાસીરામ કોતવાલ સાથે કરી હતી
રીમા લાગુનુ નિધન
ફિલ્મ અને ટીવી અભિનેત્રી રીમા લાગુનું ૧૮મી મેના દિવસે સવારે હાર્ટ અટેકના કારણે અવસાન થયું હતું. બોલિવુડમાં માતાની ભૂમિકા અદા કરીને રીમા લાગુએ તમામને પ્રભાવિત કર્યા હતા. બોલિવુડની અનેક સુપરહિટ ફિલ્મોમાં રીમા લાગુએ ટોપ સ્ટારની માતાની ભૂમિકા અદા કરી હતી. હિન્દી અને મરાઠી ફિલ્મોમાં જાણીતી હસ્તીઓમાં સામેલ રીમા લાગુના અવસાનથી સોશિયલ મીડિયા પર સંદેશાઓનો મારો ચાલ્યો હતો. બોલિવુડ ઈન્ડસ્ટ્રીથી લઈને વડાપ્રધાન મોદી સહિત તમામ લોકોએ દુઃખ વ્યક્ત કર્યું હતુ. વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં કહ્યું છે કે રીમા લાગુ એક શ્રેષ્ઠ કલાકારો પૈકીના હતા. ફિલ્મ અને ટીવીની દુનિયામાં પોતાની ખાસ છાપ છોડી હતી.રીમા લાગુએ કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રીમાના પતિ વિવેક લાગુ સાથે તેમના છૂટાછેડા થઈ ગયા હતા. તેમની પુત્રી મૃણમણી લાગુ છે જે ફિલ્મ અને થિયેટરના કલાકારોમાં સામેલ છે. રીમા લાગુને નાના અને મોટા પડદા ઉપર શાનદાર ભૂમિકા બદલ હંમેશા યાદ કરવામાં આવશે. રીમાએ હમ આપકે હે કોન, આશિકી, કુછ કુછ હોતા હૈ, હમ સાથે સાથ હૈ, મૈંને પ્યાર ક્યો કિયા, કલ હોના હો, વાસ્તવ, સાજન, રંગીલા અને ક્યા કહેના જેવી સુપર હિટ ફિલ્મોમાં ભૂમિકા ભજવી હતી. રીમાએ મરાઠી ફિલ્મોમાં પણ યાદગાર ભૂમિકા ભજવી હતી. જેમાં ઘર તિંઘાંચે હાવે, ચલ આતાપ લવકાર, જાલે મોકલે આકાશ, તો એક ક્ષણ, પુરૂષ બુલંદ અને વિથો રખૂમઈ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
ટોમ ઓલ્ટરન નિધન
બ્રિટીશ દંપત્તિના ભારતમાં જન્મેલા સંતાન ટોમ ઓલ્ટરનુ ૨૯મી સપ્ટેમ્બરના દિવસે અવસાન થયુ હતુ. તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓલ્ટરે હિન્દીની સાથે સાથે અંગ્રેજી ફિલ્મોમાં ભૂમિકા અદા કરી હતી. અનેક યાદગાર ફિલ્મોની સાથે સાથે ટીવી સિરિયલોમા ંપણ નજરે પડ્યા હતા. નાટક, આર્ટસ ફિલ્મો અને કોમર્શિયલ ફિલ્મો પણ કરી હતી. ખુબ કુશળ અભિનેતા તરીકે રહ્યા હતા.
ગૌતમ અધિકારીનુ નિધન
મનોરંજંન ટીવી ચેનલોના એક નવા યુગની શરૂઆત કરવામાં તેમની મોટી ભૂમિકા રહી છે. તેમના દ્વારા શરૂઆત કરવામાં આવ્યા બાદ આવા ચેનલોના એક યુગની શરૂઆત થઇ હતી. અધિકારી બ્રધર્સ હેઠળ તેમને કેટલીક ટીવી સિરિયલ બનાવી હતી. કેટલાક મનોરજંન કાર્યક્રમ બનાવ્યા હતા. જે આજે પણ ચાલી છે.
કુન્દન શાહનુ નિધન
જાણીતા ફિલ્મ નિર્દેશક અને લેખક કુન્દન શાહનુ સાતમી ઓક્ટોબરના દિવસે સવારે હાર્ટ અટેક બાદ નિધન થતા સમગ્ર બોલિવુડ અને તેમના ચાહકોમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. તેમનુ મુંબઇમાં અવસાન થયા બાદ તેમના ચાહકો તેમના આવાસ પર પહોંચવા લાગી ગયા હતા. બોલિવુડમાં અનેક મોટા સ્ટારને લોંચ કરવામાં કુન્દન શાહે ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. કુન્દન શાહે અનેક યાદગાર ફિલ્મો બનાવી હતી. જેમાં જાને ભી દો યારો, ખામોશ, હમ તો મોહબ્બત કરેગા અને પી સે પીએમ તક નામની અનેક ફિલ્મો બનાવી હતી. તેમના નિર્દેશનમાં બનેલી તમામ ફિલ્મો ચાહકોને પસંદ પડી હતી. કુન્દન શાહે નુક્કડ અને વાગલે કી દુનિયા જેવી ટીવી સિરિયલ પણ બનાવી હતી. અત્રે નોંધનીય છે કે જ્યારે દેશમાં વધતી જતી અસહિષ્ણુતાનો માહોલ સર્જાયો ત્યારે પોતાના એવોર્ડ અને સન્માન પરત કરનાર જાણીતા લેખક, સાહિત્યકારો અને ફિલ્મ નિર્માતાઓમાં તેમનુ નામ પણ સપાટી પર આવ્યુ હતુ. કુન્દન શાહે પોતાનુ રાષ્ટ્રીય સન્માન પરત કરી દીધુ હતુ. તેમના અવસાનથી બોલિવુડમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. વર્ષ ૧૯૮૩માં રજૂ થયેલી તેમની કોમેડી ફિલ્મ જાને ભી દો યારો મારફતે ભારે લોકપ્રિયતા મેળવી હતી. સઇદ અક્તર મિર્જાની સાથે મળીને લોકપ્રિય ટીવી સિરિયલ નુક્કડ બનાવી હતી. આ સિરિયલ દુરદર્શન પર રજૂ કરવામાં આવતી હતી. ટીવી સિરિયલ તમામ લોકોના દિલોદિમાગ પર છવાઇ ગઇ હતી. ફિલ્મ એન્ડ ટેલિવીઝન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા પુણેમાં કુન્દન શાહે નિર્દેશક તરીકે અભ્યાસની કામગીરી હાથ ધરી હતી.
શશીકપૂરનું નિધન
બોલીવુડના લોકપ્રિય અભિનેતા શશીકપૂરનું પણ વર્ષ ૨૦૧૭માં નિધન થયું હતું. શશીકપૂર ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય અભિનેતા પૈકીના એક હતા. ૧૭૦થી પણ વધુ ફિલ્મોમાં શશી કપૂરે રોમેન્ટિક ભૂમિકા અદા કરી હતી. અમિતાભ બચ્ચન સાથે શશી કપૂરે જોડી જમાવી હતી. શશી કપૂરે અમિતાભ સાથે દિવાર, કાલા પથ્થર, ત્રિશુલ, દો ઔર દો પાંચ, સુહાગ, શાન જેવી ફિલ્મોમાં ભૂમિકા અદા કરી હતી. આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર રેકોર્ડ સફળતા મેળવી ગઈ હતી. શશી કપૂરે પોતાની કેરિયરમાં તમામ મોટા નિર્માતા, નિર્દેશકો સાથે કામ કર્યું હતું જેમાં સુભાષ ઘાઈ, પોતાના ભાઈ રાજકપૂરનો સમાવેશ થાય છે.

Related posts

सुविचार

aapnugujarat

વિશ્વ હિંદુ પરિષદમાં ‘તોગડિયા યુગ’નો અંત આવ્યો

aapnugujarat

‘ઈસરો’ની અવિરત આગેકૂચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1