Aapnu Gujarat
રાષ્ટ્રીય

MBBSવાળા ડોક્ટરીની પ્રેક્ટિસ કરી શકશે જ નહીં

હવે એમબીબીએસની ડિગ્રીવાળા ડોક્ટરીની પ્રેક્ટિસ કરી શકશે નહીં. એમબીબીએસવાળા ડોક્ટરની પ્રેક્ટિસ કરી શકશે નહીં. આ બાબત આશ્ચર્યજનક દેખાઈ રહી છે પરંતુ જો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જગ્યાએ નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) બિલ આવી જશે તો દેશમાં એમબીબીએસની ડિગ્રી ધરાવતા તબીબો દર્દીઓની સારવાર કરી શકશે નહીં. તેમને પ્રેક્ટિસ માટે નોંધણી કરાવી પડશે. એનએમસી બિલ મુજબ એમબીબીએસની ડિગ્રી વાળા તબીબોને ક્વાલિફાઈ કરવાની ફરજ પડશે. તેમને વધુ એક પરીક્ષા આપવાની ફરજ પડશે જેમાં પાસ થવાની સ્થિતિમાં જ તેમને પ્રેક્સિટ કરવાની ફરજ પડશે. બીજી બાજુ હવે વિદેશી ડોક્ટરો અથવા તો વિદેશથી ડિગ્રી લઇને આવેલા તબીબોને રાહત મળશે. હજુ સુધી જ્યાં એમસીઆઈના કાયદા હેઠળ આવા તબીબોને ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે ક્વાલિફાઈ પરીક્ષા પાસ કરવાની ફરજ પડતી હતી પરંતુ નવા કાયદા હેઠળ તેમને આમાથી રાહત આપવામાં આવી છે. આનાથી ઓછા માર્જિનથી પાસ થયેલા ભારતીય તબીબોની ચિંતા વધી શકે છે. આજ કારણસર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સરકારના આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, એનએમસીને સરકાર ચલાવશે અને આનાથી ભ્રષ્ટાચારમાં વધારો થશે. અત્રે નોંધનીય છે કે, એનએમસી બિલને વર્તમાન સત્રમાં જ લાવવાની તૈયારી કરવામાં આવી ચુકી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર કેકે અગ્રવાલનું કહેવું છે કે, આ સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થશે. અમે એક વર્ષથી મંત્રાલયને આ મામલામાં ચર્ચા કરવા માટે કહી રહ્યા છે પરંતુ મંત્રાલય દ્વારા અમને કોઇ આમંત્રણ આપવામાં આવ્યું નથી. જો આને અમલી કરવામાં આવશે તો ભ્રષ્ટાચાર વધશે. ત્રણ લોકોની એક કમિટિ હશે જે કોલેજોને મંજુરી આપશે અને કમિટિમાં આ ત્રણેય લોકો પણ નોમિનેટેડ રહેશે. પ્રથમ ૧૩૦ લોકોમાંથી ૮૦ લોકો પસંદ કરીને આવતા હતા. અહીં કોઇ વોચ ડોગ પણ નથી. એમસીઆઈના મેમ્બર તબીબ વિનય અગ્રવાલે કહ્યું છે કે, આ રીતે એનએમસી સરકારની હાથમાં રહેશે અને સરકાર જ તેને ચલાવશે. કેકેનું કહેવું છે કે, આમા પાંચ કરોડથી લઇને ૧૦૦ કરોડ સુધી દંડની જોગવાઈ રાખવામાં આવી છે. આનાથી મેમ્બર પોતાના ઇચ્છુક લોકોને ઓછા અને બીજાને વધારે દંડ કરી શકશે. આવી જ રીતે કોલેજની ૪૦ ટકા સીટો પર એમએનસીની નજર રહેશે. બાકી ૬૦ ટકા સીટોની પસંદગી અને તેમની ફી પ્રાઇવેટ મેડિકલ કોલેજવાળા પોતાની ઇચ્છાથી કરશે. આનાથી પ્રાઇવેટ કોલેજવાળાને જંગી ફાયદો થશે જ્યારે પહેલા મેનેજમેન્ટ ક્વોટા હેઠળ કોલેજની પાસે માત્ર ૧૦ ટકા સીટ રહેતી હતી.

Related posts

PM interacts with Ujjwala beneficiaries across the country

aapnugujarat

દિલ્હીમાં હુમલાની શક્યતા, ૧૫ ઓગસ્ટ સુધી એલર્ટ જાહેર

editor

शहीद के परिवार को सात महीने बाद मिला शहादत का सर्टिफिकेट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1