Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશની યોગી સરકાર ૨૦ હજાર રાજનેતાઓ પરના કેસ પરત ખેંચશે

ઉત્તર પ્રદેશ સરકાર લગભગ ૨૦ હજારે નેતાઓ-જનપ્રતિનિધિઓ વિરૂદ્ધ ચાલી રહેલા આંદોલન, ધરણા-પ્રદર્શન દરમિયાન કરવામાં આવેલા કેસ પરત લેવા જઈ રહી છે. આ કેસોમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેસવ પ્રસાદ મૌર્યા પર કરવામાં આવેલા કેસ પણ સામેલ છે.થોડા દિવસ પહેલા જ યોગી સરકાર ઉત્તર પ્રદેશમાં સંગઠીત ગુનાખોરી રોકવા માટે ૨૧ ડિસેમ્બરે યૂપીકોકા બિલ વિધાનસભામાં રજુ કર્યું હતું. આ બિલ રજુ થયાની સાથે જ યૂપી સરકારે યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શિવ પ્રતાપ શુક્લ, ધારાસભ્ય શીતલ પાંડેય અને અન્ય ૧૦ વિરૂદ્ધ ૧૯૯૫માં એક નિષેધાજ્ઞા ઉલ્લંઘન કેસમાં કલમ ૧૮૮ માં દાખલ કરાવવામાં આવેલા કેસોને પરત ખેંચાવાનો હુકમ કરવામાં આવ્યો છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અનુંસાર ઉત્તર પ્રદેશ સરકારમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સહિત ૨૦ મંત્રીઓ એવા છે. જેમના વિરૂદ્ધ ગુનાહિત કેસ દાખલ છે. ભાજપના કુલ ૩૧૨ ધારાસભ્યોમાંથી ૧૧૪ પર ગુનાહિત કેસ ચાલી રહ્યાં છે. તેમાંથી ૮૩ વિરૂદ્ધ ગંભીર ગુના છે.
સમાજવાદી પાર્ટીના ૪૬માંથી ૧૪, બસપાના ૧૯માંથી ૫, કૉંગ્રેસના ૭માંથી ૧ પર અપરાધીક કેસ નોંધાયેલા છે.ઉલ્લેખનીય છે કે યોગી સરકારે ૨૦ ડિસેમ્બરના રોજ ગોરખપુર જીલ્લા મેજિસ્ટ્રેટને પત્ર પાઠવ્યો હતો, જેમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, અદાલત સમક્ષ કેસ પરત લેવા માટે એક આવેદન દાખલ કરવામાં આવશે.
સરકારના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૭ ઓક્ટોબરના રોજ જીલ્લા મેજિસ્ટ્રેટ તરફથી મળેલા પત્રના આધારે અને કેસોની તપાસ બાદ, ઉત્તર પ્રદેશ સરકારે આ કેસોને પરત લેવાનો નિર્ણય લીધો છે. પત્રમાં યોગી આદિત્યનાથ, શિવ પ્રતાપ, શીતલ પાંડે ઉપરાંત અન્ય ૧૦ લોકોના નામ સામેલ છે.આગામી વિધાનસભા સત્રમાં યોગી સરકાર લગભગ ૨૦ હજાર લોકો વિરૂદ્ધના રાજનેતિક કેસ પરત લેવાની તૈયારી કરી રહી છે. આ કેસમાં ધરણા પર બેસવું, આંદોલન કરવા જેવા કેસનો સમાવેશ થશે. વિરોધ પક્ષનો આરોપ છે કે, કેસ પરત લેવાની આડમાં યોગી સરકાર પોતાના એ કાર્યકર્તાઓ અને નેતાઓ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલા કેસો પરત લેશે, જેના કારણે કાયદો અને વ્યવસ્થા ખરાબ થાય છે.

Related posts

सीबीआई ने चिंदंबरम के बेटे कार्ती से दूसरी बार पूछताछ की

aapnugujarat

शोपियां में 5 आतंकी ढ़ेर

editor

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને મોટો ફાયદો થવાના સ્પષ્ટ સંકેત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1