Aapnu Gujarat
મનોરંજન

અનુસૂચિત જાતિ વિરૂદ્ધ સલમાન ખાને કરી અપમાનજનક ટિપ્પણી, સિનેમાઘરમાં તોડફોડ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં પ્રદર્શનકારીયોએ એક સિનમા હોલ બહાર લાગેલ ‘ટાઇગર જિંદા હૈ’ ફિલ્મનાં પોસ્ટર ફાડીને તેને આગ ચાંપી દીધી છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે, અભિનેતા સલમાન ખાને એક ટીવી શોમાં અનુસૂચિત જાતિનાં સમુદાય વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે. આ અંતર્ગત રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે પણ સૂચના અને પ્રસારણ મંત્રાલય, દિલ્હી પોલીસ અને મુંબઇ પોલીસ કમિશ્નર પાસે સાત દિવસમાં જવાબ માંગ્યો છે.
તમને જણાવી દઇએ કે, આ મામલામાં બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે તમામ પક્ષોને અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ કાયદો ૨૦૧૫ અંતર્ગત એક્શન ટેકન રિપોર્ટ માંગી છે. દિલ્હી સફાઇ કામદાર કર્મચારી આયોગનાં પૂર્વ અધ્યક્ષ હરનામ સિંહ દ્વારા લેખિતમાં ફરિયાદ મળતા આ નોટિસ જાહેર કરી છે. હરનામ સિંહે પોતાની ફરિયાદમાં કહ્યું કે, ટીવી શોમાં બોલિવૂડ એક્ટર અને એક્ટ્રેસે જે શબ્દનો પ્રયોગ કર્યો છે તે સમગ્ર દુનિયામાં ફેલાયેલ વાલ્મીકિ સમાજનું અપમાન છે.તમને જણાવી દઇએ કે, સલમાન ખાન એક ટીવી શોમાં પોતાની નવી ફિલ્મ ટાઇગર જિંદા હૈનું પ્રમોશન કરવા આવ્યા હતો ત્યારે તેણે પોતાના ડાન્સ વિશે વાત કરતા આ શબ્દનો ઉપીયોગ કર્યો હતો. જેના પછી શિલ્પા શેટ્ટીએ પણ તે શબ્દોને ફોલો કર્યા હતા. ઉલ્લેખનિય છે કે, શુક્રવાર (૨૨ ડિસેમ્બર)એ સલમાન ખાન અને કેટરિના કેફની ફિલ્મ ટાઇગર જિંદા હૈ રિલીઝ થઇ ગઇ છે. અલી અબ્બાસ ઝફરનાં નિર્દેશનમાં બનેલ આ ફિલ્મ દર્શકો માટે મસાલા એન્ટરટેનમેન્ટવાળી કહાનીથી ભરપૂર છે. સલમાન આ ફિલ્મમાં એકવાર ફરીથી ભારતીય રો એજન્ટ છે.

Related posts

રિલેશનશિપમાં છું એનો મતલબ એ નહીં કે લગ્ન કરી રહી છુંઃ આલિયા ભટ્ટ

aapnugujarat

સારી પટકથાવાળી હોલિવુડ ફિલ્મ કરવા હુમા ઇચ્છુક

aapnugujarat

રણબીર કપૂર બાદ ભણસાલી પણ કોરોનાની ઝપેટમાં

editor

Leave a Comment

UA-96247877-1