Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૦૦ની નોટ બંધ થવાની વાત માત્ર અફવા : જેટલી

૨૦૦૦ રૂપિયાની નોટ બંધ થવાની અફવા અંગે શુક્રવારે નાણાપ્રધાન અરુણ જેટલીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે,અંદાજો લગાવવામાં આવી રહ્યા છે. એવી અનેક અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. એવી વાતો પર સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી વિશ્વાસ ન મૂકો. ઉલ્લેખનીય છે કે એસબીઆઇના એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ૨,૦૦૦ રૂપિયાની નોટને સરક્યુલેશનમાંથી દૂર કરી શકે છે. બીજી બાજુ, આરબીઆઇએ એક નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે કોઇ બેંકને વોચમાં મૂકવાનો અર્થ એવો નથી કે તેને બંધ કરવાની છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ બેંક ઓફ ઇન્ડિયાની બેડ લોન્સ વધી જવાથી તેને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (પીસીએ) હેઠળ મૂકી છે. એસબીઆઇના એક રીસર્ચ રીપોર્ટમાં આવો સંકેત કરતા જણાવ્યું છે કે આરબીઆઇ કાં તો ૨,૦૦૦ રૂપિયાની નોટોને પોતાની પાસે રોકી રહી છે અથવા આ ઊંચા મૂલ્યની કરન્સી નોટનું પ્રિન્ટિંગ અટકાવી દીધું છે.એસબીઆઇના ઇકોફ્લેશ રીપોર્ટમાં જણાવ્યું હતું કે,’અમારું મૂલ્યાંકન એવું છે કે માર્ચ ૨૦૧૭ સુધી ઓછા મૂલ્યની કરન્સીના ૩,૫૦૧ અબજ રૂપિયા સરક્યુલેશનમાં હતા. આ સાથે મોટી નોટ સરક્યુલેશનમાં ઘટી રહી છે. તેથી જો તમારી પાસે ૨૦૦૦ રૂપિયાની નોટ હોય તો તમારે આરબીઆઇના પગલા પર નજર રાખવી જોઇએ.’
રિઝર્વ બેંકે ભારપૂર્વક કહ્યું હતું કે પીસીએસ ફ્રેમવર્કથી સામાન્ય લોકો સાથેની બેંકની કામગીરીને કોઇ અસર નહિ થાય.આરબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ’પીસીએ ફ્રેમવર્ક સામાન્ય લોકો માટે બેન્કોની દૈનિક કામગીરીને રોકી દેવા માટે નથી.’ આરબીઆઇના પીસીએ પગલા પછી બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે નોન-પરફોર્મિંગ લોન્સનું પ્રમાણ વધી જવાથી, અપૂરતી મૂડી અને સતત બે વર્ષ સુધી એસેટ્‌સ પર નેગેટિવ રીટર્નને ધ્યાનમાં લઇને આરબીઆઇએ તેની સામે પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન લીધું છે.

Related posts

लोकसभा चुनावों में गुजरात में बीजेपी के लिए क्लीन स्वीप दिख रहा मुश्किल

aapnugujarat

भारतीय रेल निजी कंपनियों की पटरी पर दौड़ सकती है

aapnugujarat

पूर्व चीफ जस्टिस रंजन गोगोई को मिली Z+ सिक्योरिटी

editor

Leave a Comment

UA-96247877-1