Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બિહારના ગોપાલગંજ જિલ્લામાં ખાંડ મિલમાં બોઇલર ફાટતાં પાંચનાં મોત

બિહારના ગોપાલગંજ જિલ્લામાં ખાંડ મિલમાં બોઇલર ફાટતા અનેક લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ પાંચ લોકોના મોતના અહેવાલને સમર્થન મળી ચુક્યુ છે. જ્યારે ઘાયલ થયેલા લોકોની સંખ્યા ખુબ મોટી છે. ઘાયલ થયેલાઓની સંખ્યા ખુબ મોટી હોવાથી તંત્ર ચિંતાતુર બની ગયું છે. ઘટનાસ્થળ પર બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલી રહી છે. મિડિયા હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ગોપાલગંજ જિલ્લામાં સ્તિત સાસામુસા શુગર મિલમાં આ ઘટના બની હતી. બનાવ બન્યો ત્યારે ૧૦૦થી વધારે કર્મચારઓ કામ કરી રહ્યા હતા. ઓવર હિટિંગના કારણે આ બ્લાસ્ટ થયો હોવાના હેવાલ મળ્યા છે. અક્ષે નોંધનીય છે કે ઉત્તરપ્રદેશમાં પહેલી નવેમ્બરના દિવસે રાયબરેલીમાં ઉંચાહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્લાન્ટમાં બોઇલર ફાટતા ૩૦ લોકોના મોત થયા હતા. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. ગુજરાતમાં પ્રચાર માટે એ વખતે રહેલા રાહુલ ગાંધીએ તરત જ યાત્રા ટુંકાવીને રાયબરેલી પહોંચી ગયા હતા. ટુંકા ગાળામાં જ આ પ્રકારની બીજી ઘટના બની છે. ગોપાલગંજમાં આજે થયેલી ઘટનામાં મોતનો આંકડો વધી શકે છે કારણકે ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. બુધવારની રાત્રે આશરે ૧૧ વાગે મિલમાં તીવ્ર બ્લાસ્ટ થયો હતો અને અફડાતફડી મચી ગઈ હતી.
બોઇલરમાંથી ધુમાડો નિકળ્યો હતો. પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસ અધિકારી મૃત્યુંજય કુમારે કહ્યું છે કે, મૃતકોમાં કોચાયકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખજૂરી ગામના નિવાસી કૃપા યાદવ, કનૈયા શર્મા, વિશ્વકર્મા યાદવ, ઉત્તર પ્રદેશના પડરોનાના નિવાસી શમસુદ્દીન અન્સારીનો સમાવેશ થાય છે. અન્ય એકની ઓળખ થઇ શકી નથી. ઘાયલ થયેલા લોકો પૈકી ૧૦ની હાલત ગંભીર જણાવવામાં આવી છે. આ તમામ લોકોને પટણા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે, ખાંડ મિલના માલિક મહેમુદ અલી, તેમના પુત્ર રિંકી અલી અને સિક્સી અલીને પકડી લેવામાં આવ્યા છે.

Related posts

इस साल महंगा नहीं होगा प्याज

editor

केजरीवाल साल में मुश्किल से दो दिन ऑफिस गएः मिश्रा

aapnugujarat

अनुच्छेद 370 और जम्मू-कश्मीर पुनर्गठन विधेयक का समर्थन नहीं कर सकते : सीएम ममता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1