Aapnu Gujarat
રાષ્ટ્રીય

ટુજી કૌભાંડમાં યુપીએ સરકાર સામે ખોટા પ્રચાર કરાયા : મનમોહનસિંહે દાવો કર્યો

ટુજી કૌભાંડમાં કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ છોડી દીધા બાદ કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. સંસદમાં આની ગૂંજ જોવા મળી હતી. યુપીએ-૨ના સમયમાં દેશના વડાપ્રધાન મનમોહનસિંહે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ટુજીને લઇને ભાજપ તરફથી બિનજરૂરીરીતે હોબાળો મચાવવામાં આવ્યો હતો. તમામ આરોપો ખોટા ઇરાદા સાથે મુકવામાં આવ્યા હતા. સીબીઆઈની ખાસ અદાલતે સૌથી મોટા કૌભાંડમાં આજે ચુકાદો આપ્યો હતો. મનમોહનસિંહે કહ્યું હતું કે, અમે કોર્ટના ચુકાદાનું સન્માન કરીએ છીએ. અગાઉની યુપીએ સરકાર સામે ખોટા પ્રચાર કરવામાં આવ્યા હતા. તમામ આરોપો કોર્ટના ચુકાદા બાદ આધારવગરના સાબિત થયા છે. કોંગ્રેસ પાર્ટીએ સીધીરીતે પૂર્વ કેગ વિનોદ રાય અને ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે, આ મામલામાં ખોટી બાબતો ફેલાવવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીએ માંગ કરી છે કે, પૂર્વ સીએજી વિનોદ રાયે માફી માંગવી જોઇએ. વિનોદ રાય હાલના સમયમાં બીસીસીઆઈના વહીવટી સમિતિના પ્રમુખ તરીકે છે. બીજી બાજુ વિનોદ રાયને લઇને કોંગ્રેસ પાર્ટી આક્રમક વલણ અપનાવી રહી છે. તત્કાલિન કેગ વિનોદ રાય ઉપર સકંજો કોંગ્રેસે મજબૂત કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ અને મનિષ તિવારીએ વિનોદ રાય ઉપર રાજકીય કાવતરાનો આક્ષેપ કર્યો છે. વિનોદરાયના રિપોર્ટ ઉપર સવાલ ઉઠી રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે, વાસ્તવિકતા સપાટી ઉપર આવે તે માટે પૂર્વ કેગને સમન્સ જારી કરવું જોઇએ. કપિલ સિબ્બલે કહ્યું હતું કે, આજે તેમની બાબત પુરવાર થઇ ગઇ છે કે, કોઇ ભ્રષ્ટાચાર થયો નથી કોઇ નુકસાન થયું નથી. ૧.૭૬ લાખ કરોડ રૂપિયાના કૌભાંડની જે રિપોર્ટ બનાવવામાં આવી હતી તેનો ખુલાસો જેપીસી સમક્ષ કરવામાં આવ્યો હતો.દેશમાં સૌથી મોટા કોભાંડો પૈકી એક તરીકે ગણાતા રૂપિયા ૩૦,૦૦૦ કરોડના ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કોંભાંડ કેસમાં પૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજા અને ડીએમકેના સાંસદ કાનીમોઝી સહિત તમામ આરોપીઓને ખાસ સીબીઆઇ અદાલતે આજે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીને મોટી રાહત થઇ છે. કોંગ્રેસ પાર્ટી આ કોંભાડને લઇને આરોપોનો સામનો કરી રહી હતી. સીબીઆઈની ખાસ અદાલત દ્વારા આપવામાં આવેલો આ ચુકાદો રાજકીય રીતે પણ ખુબ મહત્વપૂર્ણ છે. આ મામલાના કારણે યુપીએ-૨ દરમિયાન રાજકીય ભૂકંપની સ્થિતી સર્જાઇ હતી. સીધી રીતે કોંગ્રેસ પાર્ટી પર આરોપો મુકવામાં આવ્યા હતા. કેગના અહેવાલમાં એક લાખ ૭૮ હજાર કરોડના આ કોંભાડની વાત કરવામાં આવી હતી. સીબીઆઇની ચાર્જશીટમાં ૩૦ હજાર કરોડના નુકસાનની વાત કરવામાં આવી હતી. હવે કોંગ્રેસ પાર્ટી આ ચુકાદાનો લાભ લેવાના પ્રયાસ કરી શકે છે. કોંગ્રેસ પહેલાથી જ જીરો લોસ થિયેરીની વાત કરી રહી છે. તપાસ સંસ્થા ઇડીએ પોતાના મામલામાં એપ્રિલ ૨૦૧૪ના દિવસે ૧૯ લોકોની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં રાજા, કાનીમોઝી અને અન્ય તમામ લોકો આરોપી તરીકે હતા. પૂર્વ ટેલિકોમ પ્રધાન રાજાએ સુનાવણી અને તપાસ વેળા વારંવાર કહ્યુ હતુ કે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ સહિત દરેક વ્યક્ત ચાવીરૂપ નિર્ણયથી વાકેફ હતા. આ મુદ્દે શિયાળુ સત્રમાં પણ હોબાળો રહે તેવી શક્યતા છે. કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલાએ કહ્યું છે કે, અરુણ જેટલી ખોટા નિવેદન કરનારના સરદાર તરીકે છે.

Related posts

કોંગ્રેસની ચિંતન શિબિરમાં કિસાનોથી જાેડાયેલા મુદ્દા પર ચર્ચા થશે : ભુપેન્દ્રસિંહ હુડ્ડા

aapnugujarat

ભોપાલમાં ૨૦થી વધુ હોસ્પિટલમાં પરિસ્થિતિ વણસી, ઓક્સિજનની અછત

editor

किसानों की खुदकुशी पर मुआवजा देना हल नहींः सुप्रीम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1