Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૩૦૦૦૦ કરોડના કાંડમાં રાજા, કાનીમોઝી સહિત તમામ નિર્દોષ

સમગ્ર દેશને હચમચાવી મુકનાર અને રાજકીય ભૂકંપ સર્જનાર દેશના સૌથી મોટા કોભાંડો પૈકી એક તરીકે ગણાતા રૂપિયા ૩૦,૦૦૦ કરોડના ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કોંભાંડ કેસમાં પૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજા અને ડીએમકેના સાંસદ કાનીમોઝી સહિત તમામ આરોપીઓને ખાસ સીબીઆઇ અદાલતે આજે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ ચુકાદાથી કેસમાં નવો વળાંક આવી ગયો છે. નાટ્યાત્મકરીતે વળાંક આવ્યા બાદ ચુકાદો જાહેર કરાતા કાયદાકીય નિષ્ણાતોમાં પણ આને લઇને ચર્ચા છેડાઈ ગઈ છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીને પણ આના કારણે રાહત થઇ છે. કારણ કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના ગાળા દરમિયાન આ મામલો બન્યો હતો. સ્પેશિયલ સીબીઆઇ જજ ઓપી સૈનીએ ચુકાદો જાહેર કરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના મની લોન્ડરિંગ કેસમાં તમામ આરોપોમાંથી તમામ ૧૯ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા હતા. ટુજી સ્પેક્ટ્રમ કોંભાડ કેસના છત્ર હેઠળ આ મની લોન્ડરિંગ કેસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. કોર્ટે કહ્યુ હતુ કે પ્રોસિક્યુશન તેના આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ રહી છે. જેથી તમામ આરોપઓને નિર્દોષ જાહેર કરવામાં આવી રહ્યા છે. ચોંકાવનારા ચુકાદા બાદ તરત જ કોર્ટ રૂમની બહાર ડિફેન્સ વકીલ વિજય અગ્રવાલે આ મુજબની વાત કરી હતી. બીજી બાજુ ટુજી કોંભાડ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છોડવાના પ્રશ્ને પૂર્વ સીબીઆઇ ડિરેક્ટર એપી સિંહે નારાજગી વ્યક્ત કરી છે. એપીસિંહે રાજા અને કોર્પોરેટ જગતના અન્યોની ધરપકડ કરી હતી. એપી સિંહે કહ્યુ છે કે તેઓ જાણતા નથી કે ટ્રાયલ દરમિયાન શુ થયુ છે. પરંતુ ટુજી સ્પેક્ટ્રમની ફાળવણીમાં વ્યાપક ગેરરિતી થઇ હતી. આ ટુજી સ્પેક્ટ્રમ ફાળવણીમા વિસ્તૃત રીતે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. પટિયાળા હાઉસ કોર્ટરૂમમાં ચુકાદો આપવામા ંઆવ્યો ત્યારે તમામ ચાવીરૂપ આરોપી હાજર રહ્યા હતા. આ કેસમાં નિર્દોષ છુટી ગયેલા અન્ય આરોપીઓમાં પૂર્વ ટેલિકોમ સેક્રેટરી સિદ્ધાર્થ બેહુરા અને રિલાયન્સ અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપના ત્રણ ટોપના કારોબારીઓ ગૌતમ દોશી, સુરેન્દ્ર પિપારા અને હરી નાયરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નિર્દોષ છુટી ગયેલામાં રાજાના એ વખતના પ્રાઇવેટ સેક્રેટરી આરકે ચંડોલિયા, સ્વાન ટેલિકોમના પ્રમોટર્સ શાહિદ ઉસ્માન બલવા અને વિનોદ ગોઇંકા, યુનિટેક લિમિટેડના એમડી સંજય ચન્દ્રાનો પણ સમાવેશ થાય છે. કુસેગાવ ફ્રુટસ એન્ડ વેજિટેબલ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર આસિફ બલવા અને રાજીવ અગ્રવાલ, કેલેગનર ટીવીના ડિરેક્ટર શરદ કુમાર અને બોલિવુડ ફિલ્મ નિર્માતા કરીમ મુરાની પણ આ કેસમાં અંતે નિર્દોષ છુટી ગયા છે. સીબીઆઇનો બીજો કેસ એસ્સાર ગ્રુપ અને લુપ ટેલિકોમ તેમજ સરાફના પ્રમોટર સાથે સંબંધિત હતો. આઇપીસીની જુદી જુદી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ખાસ સીબીઆઇ અદાલતે એક લાઇનમાં જ પોતાનો ચુકાદો આપ્યો હતો. સ્પેશિયલ જજ સમક્ષ ત્રણ કેસો સપાટી પર આવ્યા હતા. જે પૈકી બે સીબીઆઇ દ્વારા અને એક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્ધારા દાખલ કરવામાં આવ્યા હતા. સીબીઆઇનો પ્રથમ કેસ મુખ્ય ટુજી કેસ હતો જેમાં રાજા પાર્ટી સાંસદ કાનીમોઝીની સાથે મુખ્ય આરોપી હતા. તેમના પોતાના કેસની દલીલ કરતા રાજાએ કેટલીક વાત કરી હતી. રાજાએ સુનાવણી અને તપાસ વેળા વારંવાર કહ્યુ હતુ કે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ સહિત દરેક વ્યક્ત ચાવીરૂપ નિર્ણયથી વાકેફ હતા.ચુકાદો આવ્યા બાદ રાજા અને કાનીમોઝીએ હાથ જોડીને જજનો આભાર માન્યો હતો. આગાળા દરમિયાન કાનીમોઝી અને રાજાના સમર્થકોએ નારેબાજી કરી હતી. કોર્ટમાં સમર્થકોની ભારે ભીડના કારણે પોલીસને સ્થિતીને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હવે મોટો પ્રશ્ન એ થાય છે કે કેગના રિપોર્ટમાં જે કોંભાડની વાત કરવામાં આવી હતી તેના માટે જવાબદાર કોણ છે તે બાબત ઉપયોગી છે. જજ ઓપી સૈનીએ કહ્યુ હતુ કે પૈસાની લેવડદેવડ સાબિત થઇ શકી નથી. સુનાવણી દરમિયાન સીબીઆઇના વકીલે પૂર્વ ટેલિકોમ પ્રધાન અને મુખ્ય આરોપી એ રાજાને ખોટી વ્યક્તિ તરીકે ગણાવી હતી. રાજાએ સનસનાટી આરોપો મુક્યા હતા. તેમને સૌથી મોટી આરોપી તરીકે ગણાવવામાં આવ્યા હતા. ઇડીએ સમગ્ર કેસમાં એપ્રિલ ૨૦૧૪માં ૧૯ લોકોની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં રાજા અને કાનીમોઝી સહિત તમામ સામેલ હતા.

Related posts

‘मन की बात’ में कृषि बिल का जिक्र, PM मोदी बोले -किसान आत्मनिर्भर भारत का आधार

editor

કોંગ્રેસ-ટીડીપી પ્રાઈવેટ લિમિટેડ પાર્ટી : ગડકરી

aapnugujarat

ટ્‌વીન ટાવર અખિલેશ યાદવનો ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો : KESHAV PRASAD MAURYA

aapnugujarat

Leave a Comment

UA-96247877-1