Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ટુજી ચુકાદો : કોઇ પીછેહઠ થઇ હોવાનો સ્વામીનો ઇન્કાર

ટુજી કૌભાંડ પર કોર્ટના ચુકાદાથી રાજકીય ભૂકંપની સ્થિતિ ફરી એકવાર સર્જાઈ છે. આ કેસની ક્રેડિટ સુબ્રમણ્યમ સ્વામીને જાય છે. તેમની અપીલ બાદ જ આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. ચુકાદા બાદ સ્વામીએ કહ્યું હતું કે, આ ચુકાદાથી તેઓ નિરાશ થયા નથી. સરકારે આ મામલામાં હાઈકોર્ટમાં અપીલ કરવી જોઇએ. આ ચુકાદા પર રાજ્યસભાના સાંસદ સુબ્રમ્ણ્યમ સ્વામીએ કહ્યું છે કે, પહેલા તેઓએ ૨૦૦૮માં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને સેશન ઓફ પ્રિવેન્શન એક્ટ હેઠળ રાજાને દોષિત દર્શાવવા માટે પત્ર લખ્યો હતો. ત્યારબાદ તેઓએ અંગતરીતે ૩૦ હજારી કોર્ટમાં અપીલ કરી હતી. ત્યારબાદ જસ્ટિસ સૈનીને ખાસ કોર્ટમાં જજ બનાવવામાં આવ્યા હતા. સીબીઆઈ તરફથીમાં તપાસમાં લાપરવાહી દર્શાવવાનો આક્ષેપ કરતા કહેવામાં આવ્યું છે કે, સૈનીના ચુકાદાના પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું છે કે, તેમને કેટલીક બાબત સમજમાં આવી રહી નથી કે સીબીઆઈના લોકો શું કહી રહ્યા છે. જ્યારે કેસ દાખલ થયો ત્યારે ખુબ ઉત્સાહ પરંતુ ધીમે ધીમે તેની અવગણના કરવામાં આવીહતી. તેઓએ એટર્ની જનરલ ઉપર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, અમારા એટર્ની જનરલ મુકુલ રોહતાગીએ આ ચુકાદાનું સ્વાગત કર્યું છે. ત્રણ વર્ષમાં રોહતાગીને તેઓએ કેટલાક પત્રો લખ્યા હતા. તેઓ પહેલા ટુજી કૌભાંડમાં આરોપીઓના વકીલ હતા. સ્વામીએ ભ્રષ્ટાચારની સામે લડાઈને જારી રાખવાની વાત કરી છે. વડાપ્રધાનને આ મામલામાં પત્ર લખવાની વાત પણ કરી છે. સ્વામીએ કહ્યું છે કે, આ કોઈ પીછેહઠ તરીકે નથી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ શરૂ થઇ છે.નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે, ટુજી લાયસન્સ ફાળવણીમાં સરકાર તરફથી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ ફાળવણી પ્રક્રિયાને ખોટી ગણી હતી. કોંગ્રેસી નેતાઓના આક્રમક વલણને લઇને જેટલીએ કહ્યું છે કે, ચુકાદાને લઇને કોંગ્રેસ બિનજરૂરી ખુશ થઇ રહી છે. જેટલીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી આ ચુકાદાને સન્માનના પ્રતિક તરીકે લઇને ચાલી રહી છે પરંતુુ વાસ્તવિકતા એ છે કે, આ સમગ્ર પ્રક્રિયામાં વ્યાપક અનિયમિતતા થઇ હતી. કોંગ્રેસના નેતાઓને પોતાની નિર્દોષતા માટેના પ્રમાણપત્રો તરીકે આને ગણવા જોઇએ નહીં. જેટલીએ કહ્યું હતું કે, સ્પેક્ટ્રમ ફાળવણીના આધાર એ વખતની બજાર કિંમતના આધારે ન હતી. ૨૦૦૧ની કિંમતોના આધાર પર યુપીએ સરકારે લાયસન્સની ફાળવણી કરી હતી. હરાજીની પ્રક્રિયા પહેલા તે વહેલાના આધારે કરવામાં આવી હતી. ખાનગી હિતોને પ્રાથમિકતા અપાઈ હતી.

Related posts

અમરનાથ તીર્થયાત્રીઓનો પહેલો જથ્થો ગુફા મંદિર માટે રવાના થયો

aapnugujarat

ત્રિપુરા સહિતના પૂર્વોત્તરના રાજ્યોમાં પુર સ્થિતિ સુધરી

aapnugujarat

स्मृति इरानी का राहुल पर तंज, क्या अमेठी सिंगापुर बन गई ?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1