Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમરનાથ તીર્થયાત્રીઓનો પહેલો જથ્થો ગુફા મંદિર માટે રવાના થયો

નુનવાન આધાર શિબિરથી ૨૭૫૦ તીર્થયાત્રીઓનો એક જથ્થો દક્ષિણ કાશ્મીર હિમાલય સ્થિત ગુફા મંદિર માટે રવાના થવાની સથે જ વાર્ષિક અમરનાથ યાત્રા ગુરુવારથી શરૂ થઈ ગઈ. ઉપાયુક્ત પિયુષ સિંગલાએ અનંતનાગ જિલ્લના પહેલગામમાં નુનવાન બેસ કેમ્પથી તીર્થયાત્રીઓના જથ્થાને લીલી ઝંડી દેખાડીને રવાના કરી. સિંગલાએ જણાવ્યું કે ૪૩ દિવસની તીર્થયાત્રાનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે તમામ ઈન્તેજામ કરવામાં આવ્યા છે. અમારી કોશિશ એ સુનિશ્ચિત કરવાની છે કે તીર્થયાત્રીઓ સુરક્ષિત મહેસૂસ કરે અને શાંતિપૂર્ણ રીતે મંદિરની પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન કરી શકે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ બુધવારે સવારે જમ્મુ શહેરના ભગવતી નગર આધાર શિબિરથી વાર્ષિક અમરનાથ યાત્રા માટે ૪૮૯૦ તીર્થયાત્રીઓના પહેલા જથ્થાને કાશ્મીરના પહેલગામ અને બાલટાલ બેસ કેમ્પ માટે રવાના કર્યા હતા. અધિકારીએ જણાવ્યું કે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે પ્રાકૃતિ રીતે બનેલા બરફના શિવલિંગના ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે આ વર્ષે તીર્થયાત્રીઓની સંખ્યા સામાન્ય કરતા વધુ હોવાની આશા છે કારણ કે આ યાત્રા લગભગ ત્રણ વર્ષ બાદ આયોજિત થઈ રહી છે. વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી બંધારણની કલમ ૩૭૦ની મોટાભાગની જોગવાઈઓ રદ થયા બાદ અમરનાથ યાત્રા અધવચ્ચે સ્થગિત કરાઈ હતી. જ્યારે વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં કોવિડ મહામારીના કારણે યાત્રાનું આયોજન થયું નહતું. અમરનાથ યાત્રા ૧૧ ઓગસ્ટ રક્ષાબંધનના રોજ પૂરી થશે.

Related posts

नोटबंदी : मोदी पार्ट-२ का रोड मेप पेश कर सकते है

aapnugujarat

आनुपस्थित सांसदों के खिलाफ एक्शन ले भाजपाः दिग्विजय सिंह

aapnugujarat

સજાતીય સંબંધ મામલે આજે સુપ્રિમમાં ફેંસલો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1