Aapnu Gujarat
ગુજરાત

વલસાડ બેઠક અને ગુજરાતમાં સરકારની માન્યતા આ વખતે પણ સાચી પડી

વલસાડ બેઠક જે સરકાર જીતે તે સરકાર બનાવે છે તે માન્યતા આ ચૂંટણીમાં પણ જોવા મળી. વલસાડની કુલ ૫ બેઠકોમાંથી ૪ બેઠકો જીતી લઈને ભાજપે ભગવો લહેરાવ્યો છે.
ગુજરાતમાં પણ ભાજપની સરકાર બની રહી છે. વલસાડ બેઠક પર જે સરકાર જીતે તે સરકાર બનાવે છે તે માન્યતા કાયમ રહી છે. વલસાડ શહેરમાં ભાજપના ભરતભાઈ પટેલે જીત મેળવી છે.ગુજરાત વિધાનસભાની ૧૮ર બેઠકમાં પ્રથમ ક્રમાંક ધરાવતી કચ્છની અબડાસા બેઠક એવી માન્યતા ધરાવે છે કે, એકવાર અહીંથી ચૂંટાયેલો ઉમેદવાર આ જ બેઠક પર ક્યારેય જીત મેળવી શક્તો નથી.
જે માન્યતા આજે અકબંધ રહી હોય તેમ અગાઉ અહીંથી ચૂંટાયેલા છબીલભાઈ પટેલને ભાજપે પુનઃ ઉમેદવાર બન્યા હતા, પરંતુ કોંગ્રેસનાં પ્રદ્યુમનસિંહ જાડેજા સામે તેમની હાર થઈ છે. આ પૂર્વે વર્ષ ર૦૧૪ની પેટા ચૂંટણીમાં પણ છબીલભાઈની હાર થઈ હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે, અબડાસા બેઠકમાં ૧૯૭પથી ર૦૧૭ સુધીમાં અનેક દિગ્ગજોએ પુનરાવર્તનનો પ્રયાસ કર્યો છે, પરંતુ બેઠકનાં મતદારોએ કોઈ ઉમેદવારને ફરીવાર અબડાસામાંથી તક આપી નથી. અત્યાર સુધી પુનરાવર્તન કરવામાં નિષ્ફળ રહેલા ઉમેદવારોમાં મહેશભાઈ ઠક્કર, તારાચંદ છેડા, નરેન્દ્રસિંહ જાડેજા, છબીલભાઈ પટેલ સહિતનો સમાવેશ થાય છે.

Related posts

અમદાવાદમાં મોસમનો સરેરાશ વરસાદ ૮ ઈંચ 

aapnugujarat

ગુજરાતમાં ઇદની ઉત્સાહપૂર્વક ઉજવણી

aapnugujarat

રેશનિંગની દુકાનેથી કેરોસીનનું વિતરણ બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1