Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં ઇદની ઉત્સાહપૂર્વક ઉજવણી

ચાંદ કમીટી દ્વારા સોમવારે ઇદની સત્તાવાર જાહેરાત કરાઇ હતી, જેને પગલે આજે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઇદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરની ૮૦થી વધુ મસ્જિદોમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદ-ઉલ-ફિત્ર નિમિતે ઇદની ખાસ નમાઝ પઢવામાં આવી હતી. ઇદની નમાઝ પઢયા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટીને ઇદમુબારક કહી તહેવારની શુભેચ્છા પાઠવી હતી. મસ્જિદોમાં ઇદના તહેવાર શાંતિ, સદ્‌ભાવ અને પરસ્પર ભાઇચારાની ભાવના વધુ મજબૂત બને અને સૌના જીવનમાં સુખ, સમૃધ્ધિ અને શાંતિની વૃધ્ધિ થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. વડોદરામાં ગુજરાતના જાણીતા ક્રિકેટર બંધુ યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણે પણ પોતાના પિતા સાથે મસ્જિદમાં જઇ ઇદની નમાઝ પઢી હતી. ગુજરાતના લોકોને ઇદના તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી અને શાંતિ અને સદ્‌ભાવનાની ભાવના જીવનમાં ઉતારવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવોએ પણ રાજયના મુસ્લિમ સમાજને ઇદ-ઉલ-ફિત્રની શુભકામનાઓ પાઠવી હતી. રમઝાન મહિનો પૂરો થયા બાદ ઇદની ઉજવણી કરવામાં આવતી હોય છે. ગઇકાલે ચાંદ દેખાયા બાદ સોમવારે ઇદની ઉજવણી અંગેની જાહેરાત કરાઇ હતી. જેના અનુસંધાનમાં મુુસ્લિમ બિરાદરોમાં રાતથી જ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળતો હતો.
આજે વહેલી સવારથી મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ બિરાદર ભાઇઓ-બહેનો અને બાળકો તૈયાર થઇ એકબીજાને ઇદના તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી. બીજીબાજુ, શહેરની ૮૦થી વધુ મસ્જિદોમાં ઇદની નમાઝ અદા કરવામાં આવી હતી. તો, શહેરની જામા મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ઇદની નમાઝ પઢી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.

Related posts

तीन तलाक बिल पास के 24 घंटो में तलाक देने वाले व्यक्ति पर सरकार कसेगी शिकंजा..?

aapnugujarat

પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ ગુરુજીનાં આશીર્વાદ મેળવ્યાં

aapnugujarat

१००० किलो चांदी की पाट की चोरी के मामले में दो गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1