Aapnu Gujarat
રમતગમત

શ્રીલંકાની સીરીઝ ફળી : ભારતીય ખેલાડીઓનું રેન્કિંગ સુધર્યું, રોહિત પાંચમાં સ્થાને

ભારતનો સ્ટાર બેટ્‌સમેન રોહિત શર્મા શ્રીલંકા સીરીઝ ૫છી આઇસીસી વન ડે રેંકિંગમાં પાંચમાં સ્થાને ૫હોંચી ગયો છે. અગાઉ તે સાતમાં સ્થાને હતો, ૫રંતુ શ્રીલંકા સામેની સીરીઝમાં ફટકારેલી ડબલ સદી બાદ ૮૧૬ પોઇન્ટ સાથે તેણે પોતાનું સ્થાન સુધાર્યું છે.જો કે ફેબ્રુઆરી ૨૦૧૬ માં રોહિત આ રેંકિંગમાં ત્રીજા સ્થાને ૫હોંચી ગયો હતો. શ્રીલંકા સામે અણનમ ૨૦૮ રન બનાવ્યા બાદ તેના પોઇન્ટ ૮૨૫ થઇ ગયા હતાં. જે અત્યાર સુધીના તેના સર્વોચ્ચ પોઇન્ટ છે. રોહિત શર્માની સાથે શિખર ધવન ૫ણ એક પોઇન્ટના સુધારા સાથે ૧૪ માં સ્થાને ૫હોંચી ગયો છે. વિશાખા૫ટ્ટનમના છેલ્લા વન ડે માં તેણે ૧૦૦ રન સાથે સીરીઝમાં કુલ ૧૬૮ રન બનાવ્યા હતાં. તેણે બીજા મેચમાં ૬૮ રન બનાવીને રોહિત શર્મા સાથે ૧૧૫ રનની ભાગીદારી કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, સીરીઝથી દુર રહેલો ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ૮૭૬ પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે યથાવત રહ્યો છે. સાઉથ આફ્રિકાનો એ.બી.ડિવિલયર્સ ૮૭૨ પોઇન્ટ સાથે આ રેન્કીંગમાં બીજા ક્રમે છે. શ્રીલંકા સામેની સીરીઝ ભારતીય ક્રિકેટરોને ફળી હોય તેમ લેગસ્પીનર યુઝવેન્દ્ર ચહલ ૨૩ ક્રમનો કુદકો લગાવીને બોલીંગના રેંકિંગમાં ૨૮ માં સ્થાને ૫હોંચી ગયો છે. જ્યારે બોલર કુલદી૫ યાદવ ૧૬ સ્થાનના સુધારા સાથે ૫૬ માં સ્થાને આવી ગયો છે. તો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ૧૦ ક્રમનો કુદકો લગાવીને સર્વશ્રેષ્ઠ ૪૫ મું સ્થાન હાંસલ કર્યું છે.અલબત, ટીમોના રેન્કીંગમાં કોઇ સુધારો થયો નથી. ભારતીય ટીમ ૧૧૯ ક્રમ સાથે વૈશ્વિકકક્ષાએ બીજા સ્થાને યથાવત છે. જો ભારતે શ્રીલંકાનો વ્હાઇટવોશ કર્યો હોત તો સાઉથ આફ્રિકાની જગ્યા છીનવીને પ્રથમ સ્થાને આવી શકે તેમ હતું.

Related posts

આઈપીએલ : આવતીકાલે પંજાબ- બેંગ્લોર ટકરાશે

aapnugujarat

તૂટેલા લગ્ન જીવન અંગે શિખર ધવને કર્યો મોટો ખુલાસો

aapnugujarat

Watching videos of Smith and Williamson for preparation of middle order : KL Rahul

aapnugujarat

Leave a Comment

UA-96247877-1