Aapnu Gujarat
ગુજરાત

હિંમતસિંહ, ગ્યાસુદ્દીન, બાબુ, જગદીશ વિરોધ છતાં વિજયી બન્યાં

રાજય વિધાનસભાના આજે જાહેર થયેલા પરીણામોમાં જયાં ભાજપના જમાલપુર-ખાડિયાના ઉમેદવાર ભૂષણ ભટ્ટને તેમનો વાઈરલ થયેલો વિડીયો નડી ગયો ત્યાં બીજી તરફ કોંગ્રેસના ગ્યાસુદીન શેખ અને હિંમતસિંહ પટેલ સામે પક્ષના જ નેતાઓનો ઉગ્ર વિરોધ હોવા છતાં તેમણે જીત મેળવીને પક્ષ દ્વારા તેમના ઉપર મુકવામા આવેલા વિશ્વાસને સાર્થક કરી બતાવ્યો હતો.આ અંગે મળતી વિગતો મુજબ,વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ કોંગ્રેસના દરીયાપુર બેઠકના વર્તમાન ધારાસભ્ય ગ્યાસુદીન શેખની સામે કોંગ્રેસના જ રાજુ મોમીન દ્વારા અપક્ષ ઉમેદવારી કરીને બળવો કરવામા આવ્યો હતો.આ સાથે જ કોંગ્રેસના એક અન્ય નેતા રાજેશ બહ્રમભટ્ટ દ્વારા ગ્યાસુદીન શેખ સામે શહેરના શાહપુર પોલીસ સ્ટેશનમાં તેમના વિરૂધ્ધ પોલીસ ફરીયાદ પણ કરવામા આવી હતી.આમ છતાં ગ્યાસુદીન શેખે આ બેઠક ઉપર ભાજપના ભરત બારોટને હરાવીને આ બેઠક જાળવી રાખવામા સફળતા મેળવી છે.બાપુનગર બેઠક ઉપર શહેરના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલનુ નામ જાહેર થતાની સાથે જ ઉગ્ર વિરોધ શરૂ થઈ ગયો હતો.ત્યાં સુધી આંતરીક રોષ પણ બહાર આવવા પામ્યો હતો કે રાહુલ ગાંધીની જાહેરસભા સમયે તેમના સમર્થકો અને વિરોધીઓ આમનેસામને આવી ગયા હતા.આમ છતાં આજે હિંમતસિંહે આ બેઠક પર જગરૂપસિંહ રાજપૂતને હરાવી પક્ષનો વિશ્વાસ પણ જીતી લીધો છે.અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ સામે આ વખતે નિકોલ બેઠક માટે વિરોધ કરવામા આવ્યો હતો પણ તેમણે બેઠક જીતી લીધી છે.આ ઉપરાંત ખાડિયા-જમાલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટે પ્રચાર સમયે ચૂંટણી પંચને લઈને કરેલી ટીપ્પણીનો વિડીયો વાઈરલ થઈ જતા આ બાબત તેમને ભારે પડી હોવાનુ માનવામા આવી રહ્યુ છે.અમદાવાદ જિલ્લાની દસ્ક્રોઈ બેઠક માટે સીટીંગ ધારાસભ્ય બાબુભાઈ જમનાનો પણ ઉગ્ર વિરોધ કરવામા આવ્યો હતો છતાં આ બેઠક પર જીત મેળવીને તેમણે બેઠક જાળવી રાખવામા સફળતા મેળવી છે.

Related posts

अहमदाबाद जिले में पिछले २ वर्ष में ४.४१ लाख दस्तावेजों का रजिस्ट्रेशन

aapnugujarat

બોડેલી સેવાસદન ખાતે કાર પાર્કિંગ મુદ્દે વકીલોનો હોબાળો

aapnugujarat

બીજા સોમવારે શિવ મંદિરમાં શ્રદ્ધાળુ ઉમટ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1