Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ શહેરમાં વિજેતા ઉમેદવારોએ કરેલ ઉજવણી

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વિજેતા બનેલા ઉમેદવારોએ જોરદાર ઉજવણી કરી હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં સમર્થકો સાથે વિજેતા ઉમેદવારોએ રેલીઓ યોજી હતી અને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. વટવા, નારોલ, દરિયાપુર, નારણપુરા, એલિસબ્રિજ સહિત તમામ વિસ્તારોમાં વિજેતા બનેલા ભાજપ ઉપરાંત અન્ય વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોએ પણ રેલી યોજીને જોરદાર ઉજવણી કરી હતી. દરિયાપુર વિસ્તારમાંથી વિજેતા બનેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગ્યાસુદ્દીન શેખે જોરદાર ઉજવણી કરી હતી. ગ્યાસુદ્દીન શેખ દરિયાપુર બેઠક પરથી સતત વિજેતા થતાં રહ્યા છે. આજે ફરીએકવાર જીત મેળવી હતી. બીજી બાજુ પ્રદિપસિંહ જાડેજાએ વટવા બેઠક પર જીત મેળવ્યા બાદ તેમના સમર્થકો સાથે રેલી યોજી હતી. બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જોરદાર જીત મેળવ્યા બાદ આની પણ ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના સમર્થકોએ દિલ્હી અને દેશના અન્ય વિસ્તારો તેમજ અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. દિવાળી અને હોળી જેવો માહોલ સર્જાયો હતો. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ભાજપની ઓફિસની બહાર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એકત્રિત થયા હતા અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ગુલાલથી હોળી પણ રમવામાં આવી હતી.

Related posts

બિસ્માર રસ્તા : અમ્યુકોની કામગીરીથી હાઇકોર્ટ ખફા

aapnugujarat

પાવર ટ્રીપ થતાં મેટ્રોના પૈડા થંભી જતાં યાત્રીઓ પરેશાન

aapnugujarat

ભાજપ દ્વારા બાવળાથી ખાટલા બેઠકની શરૂઆત કરવામાં આવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1