Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

“આશા રાખું છું કે, મારા આંદોલનથી બીજો ‘કેજરીવાલ’ પેદા ના થાય” : અણ્ણા હજારે

સમાજસેવી અન્ના હજારેએ આશા વ્યક્ત કરી છે કે વર્ષ ૨૦૧૧માં તેમના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન બાદ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી બનાવી લીધી.  અણ્ણાએ કહ્યું હતું કે ૨૩ માર્ચ ૨૦૧૮થી તેઓ વધુ એક આંદોલન શરૂ કરવા જઈ રહ્યાં છે અને આશા વ્યક્ત કરે છે કે આ આંદોલનથી કોઈ નવા ‘કેજરીવાલ’ પેદા નહીં થાય. અણ્ણાએ સ્પષ્ટ કર્યું હતું કે રાજકીય પાર્ટી બનાવ્યા બાદ કેજરીવાલ સાથે તેમને કોઈ જ નિસબત નથી. અણ્ણા હજારેએ કહ્યું હતું કે આગામી ૨૩ માર્ચ ૨૦૧૮થી દિલ્હીના રામલીલા મેદાનમાં થવા જઈ રહેલા ત્રણ સૂત્રી આંદોલનમાં લોકપાલની નિયુક્તિ, ખેડુતોની સમસ્યા અને ચૂંટણી સુધારને લઈને જનજાગૃતિ ફેલાવવાનું લક્ષ્ય છે. તેમણે કહ્યું હતું કે હવેથી જે પણ કાર્યકર્તા આંદોલન દરમિયાન તેમને મળશે, તેમણે સ્ટેમ્પ પેપર કોઈ જ પાર્ટી નહીં બનાવે તેવી લેખીત બાંહેધરી આપવી પડશે. અણ્ણાએ એ પણ જાહેરાત કરી હતી કે ન તો તેઓ કોઈ રાજકીય પાર્ટીનું સમર્થન કરશે અને ન તો કોઈ પાર્ટી તરફથી કોઈને ચૂંટણી લડાવે. ગત ૨૯ નવેમ્બરે સામાજીક કાર્યકર્તા અણ્ણા હજારેએ જાહેરાત કરતા કહ્યું હતું કે જનલોકપાલ અને ખેડુતોના મુદ્દે તેઓ આગામી વર્ષે દિલ્હીમાં ૨૩ માર્ચે આંદોલન કરશે. જનલોકપાલ આંદોલનનો ચહેરો રહેલા અણ્ણાએ કહ્યું હતું કે તેમણે આંદોલન શરૂ કરવા માટે ૨૩ માર્ચ એટલે પસંદ કરી છે કે તે દિવસ ‘શહિદ દિવસ’ તરીકે ઉજવાય છે.

Related posts

उत्तर प्रदेश में तीन मौलवियों की पिटाई कर ट्रेन से फेंका गया

aapnugujarat

मणिपुर में सेना के जवानों पर आतंकी हमला, 3 जवान शहीद

editor

સરકારે ગીરમાં ૩૭ સિંહોના મોત મામલે સંસદમાં કર્યો ખુલાસો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1