Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રામ સેતુ વિશે અમેરિકન ચેનલની શોધ ભાજપાનાં પક્ષમાં પુષ્ટિ કરે છે : રવિ શંકર પ્રસાદ

૧૩ ડિસેમ્બરે અમેરિકાની સાયંસ ચેનલ પર એક નવાં કાર્યક્રમમાં દાવો કરવામાં આવ્યો છે કે, રામ સેતુ પ્રાકૃતિક રીતે નથી બન્યો પરંતુ તે માનવ દ્વારા બનાવવામા આવ્યો હતો. આ દાવાએ આ મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીને મજબૂતી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદે આજે આ વાત કહી છે.તેમણે પૂર્વની યૂપીએ સરકાર પર પણ પ્રહાર કર્યો છે, જેણે સુપ્રીમકોર્ટમાં સોગંધનામું દાખલ કરીને માન્યતા પર સવાલ ઉઠાવ્યો હતો કે, આ સેતુ ભગવાન રામ દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે પોતાની પત્ની સીતાને છોડાવવા માટે આ પુલનાં માધ્યમથી લંકા પર પહોંચવા માંગતા હતાં. આ માહિતી રામાયણ ગ્રંથમાં આપવામાં આવી છે. પ્રસાદે મીડિયાને જણાવ્યુ કે, જે લોકોએ સોગંધનામું દાખલ કર્યુ હતું તેમણે હવે જવાબ આપવો જોઇએ. આ શોધે તેને સાબિત કર્યુ છે જેનો ભાજપા એક માત્ર દાવો કરતુ આવ્યુ છે કે, આ પુલ આપણી સાંસ્કૃતિક ધરોહરનો ભાગ છે. પોતાના આવનારા કાર્યક્રમનાં પ્રોમોમાં ચેનલે એક પુરાતત્વવિદનાં હવાલાથી કહ્યુ છે કે, રેત પર રહેલા પથ્થર તે રેતીથી પણ જૂના છે.  ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજજૂએ કહ્યું કે, આ વાત માત્ર ભાજપા જ કહેતી આવી છે.રામાયણમાં જણાવ્યા અનુસાર રામે સીતાને લંકાના રાજા રાવણના સંકજામાંથી છોડાવવા માટે હુમલો કર્યો હતો, ત્યારે બધા જ દેવતાઓને આહ્વાન કર્યું હતું અને યુદ્ધમાં વિજય માટે આશિર્વાદ માગ્યા હતાં. તેમા સમુદ્ર દેવ વરુણ દેવનો પણ સમાવેશ થતો હતો. રામે વરુણ દેવ પાસેથી સમુદ્ર માર્ગની માગણી કરી હતી, પરંતુ વરુણ દેવે રામની પ્રાર્થના સાંભળી ન હતી. આથી રામે ધનુષ તાક્યું હતું. તુરત વરુણ દેવે માફી માગી હતી અને કહ્યું હતું કે શ્રી રામની સેનાના નલ-નીલના નામના વાનર પથ્થર લઈ તેમનુ નામ લખી સમુદ્રમાં નાખશે તો તે તરવા લાગશે.  આ રીતે શ્રી રામની સેના સમુદ્રમાં બ્રિજ બનાવી તેને પાર કરી શકશે. ત્યાપછી રામની સેનાએ લંકા સુધીના રસ્તા માટે પુલ બનાવ્યો હતો અને હુમલો કર્યો હતો. આ વીડિયો નાસાએ પૂરો પાડ્યો છે.

Related posts

નીતિશકુમાર પાસે તીર ચૂંટણી સિમ્બોલ રહેશે

aapnugujarat

માઓવાદી લિંક પર ધરપકડ સંદર્ભે રાજકીય ઘમસાણ શરૂ

aapnugujarat

૧૯ રાજ્યોમાં કોંગ્રેસ ખાતુ પણ ના ખોલાવી શકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1