Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૧૯ રાજ્યોમાં કોંગ્રેસ ખાતુ પણ ના ખોલાવી શકી

લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસ પાર્ટી આઘાતમાં ગરકાવ છે. કારણ કે તેની હાલત ખુબ ખરાબ થઇ છે. કોંગ્રેસ પાર્ટીની હાલતનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે દેશની સૌથી જુની અને દેશમાં સૌથી વધારે સમય સુધી શાસન કરનાર પાર્ટી કોંગ્રેસ આ વખતે તો ૧૯ રાજ્યોમાં ખાતુ પણ ખોલી શકી નથી. ચારેય દિશામાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર દેખાવ કર્યો છે. ઘઢ સીટો પર સ્થિતીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ જોરદાર દેખાવ કર્યો છે. પોતાના તમામ ગઢને જાળવી રાખવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે. સાથે સાથે કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડી દીધા છે. મોદી મેજિક વચ્ચે તમામ રાજકીય પક્ષોનો સફાયો થયો છે. એક્ઝિટ પોલના તારણ કરતા પણ વધુ શાનદાર દેખાવ ભારતીય જનતા પાર્ટી કરી શકી છે. ઉત્તરપ્રદેશમાં માયાવતી અને અખિલેશ યાદવના મહાગઠબંધનની યોજના પણ ફ્લોપ સાબિત થઇ છે. બીજી બીજુ બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના ગઠબંધનને પણ કોઇ સફળતા હાથ લાગી નથી. લાલૂની ગેરહાજરીમાં આરજેડીનો સંપૂર્ણ સફાયો થયો છે. લોકસભાની કુલ ૫૪૨ સીટો પૈકી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ દ્વારા ૩૫૦ સીટ કબજે કરી લીધી છે. મોદી અને અમિત શાહ ભારતીય જનતા પાર્ટી માટે સુવર્ણ યુગ લાવવામાં સફળ સાબિત થયા છે. સમાજવાદી પાર્ટી અને બસપાના વોટના ટ્રાન્સફર નહીં થવાના કારણે પણ મહાગઠબંધનને જીત મળી નથી. આ વખતે કોંગ્રેસ પાર્ટી ઉત્તરપ્રદેશમાં સંપૂર્ણપણે સાફ થઇ છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને માત્ર એક સીટ મળી શકી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ચૂંટણી હારી ગયા છે. અમેઠી બેઠક ઉપર તેમની સ્મૃતિ ઇરાની સામે હાર થઇ છે. હિન્દી પટ્ટાના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી જોરદાર સ્થિતીમાં દેખાઇ રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૨ સીટો ઉપર સાત તબક્કામાં મતદાનની જાહેરાત કરી હતી જે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ.

Related posts

ઉત્તરાખંડમાં ૨૦મી જૂનથી મોનસુનની સિઝન શરૂ થશે

aapnugujarat

એપ્રિલ માસથી રાજ્યસભામાં સરકારની સ્થિતિ વધુ મજબૂત

aapnugujarat

बेनजीर हत्याकांड : पूर्व राष्ट्रपति परवेज मुशर्रफ भगोड़ा घोषित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1