Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૧૪ની સરખામણીએ ૨૦૧૯માં ભાજપની મત હિસ્સેદારીમાં વધારો નોંધાયો

લોકભાનીચૂંટણીના પરિણામ હવે જાહેર કરવામાં આવી ચુક્યા છે.તમામ પાસા પર રાજકીય પંડિતો હવે ગણતરી કરી રહ્યા છે. બ્રાન્ડ મોદી હેઠળ ભારતીય જનતા પાર્ટીએ તેની મતહિસ્સેદારીને પણ સતત વધારી છે. વર્ષ ૨૦૧૪માં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઇ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીને ૩૧ ટકા મત મળ્યા હતા. જ્યારે આ વખતે લોકસભાની ચૂંટણીમાં મોદી સુનામી વચ્ચે ભારતીય જનતા પાર્ટીને ૩૮ ટકા કરતા વધારે મત મળ્યા છે. તેની મત હિસ્સેદારી સતત વધી રહી છે. કોઇ સમય ભારતીય જનતા પાર્ટી બે સીટ પર આવી ગઇ હતી. વર્ષ ૧૯૮૪માં જ્યારે ભારતીય જનતા પાર્ટીને બે સીટો મળી ત્યારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ભારતીય જનતા પાર્ટીની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનો દેખાવ સતત સુધરતો રહ્યો છે. વર્ષ ૧૯૮૪માં બે સાંસદથી લઇને વર્ષ ૨૦૧૯માં ૩૦૨ સાંસદો સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી ગઇ છે. ભાજપને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ૨૮૨ સીટો મળી હતી. જ્યારે આ વખતે તેને તેના કરતા પણ વધારે સીટો ૨૯૮ મળી છે. વર્ષ ૧૯૯૬થી લઇને વર્ષ ૨૦૧૯ વચ્ચેના ગાળામાં ભારતીય જનતા પાર્ટી સાત લોકસભા પૈકી પાંચ વખત સૌથી મોટી પાર્ટી તરીકે રહી છે. મતહિસ્સેદારીના મામલામાં ભારતીય જનતા પાર્ટીનો દેખાવ પણ સતત સુધરતો રહ્યો છે. વર્ષ ૨૦૧૪માં તેની મતહિસ્સેદારી ૩૧ ટકા રહી હતી. જ્યારે વર્ષ ૨૦૦૯માં ૧૮.૮૦ ટકા જેટલી તેની મત હિસ્સેદારી રહી હતી. છેલ્લા ૩૫ વર્ષના ગાળામાં ભારતીય જનતા પાર્ટીની મત હિસ્સેદારી ચાર ગણી વધીને ૩૧ ટકા કરતા ઉપર પહોંચી ગઇ હતી. હવે તેની મતહિસ્સેદારી વધીને ૩૮ ટકા કરતા વધારે થઇ ગઇ છે. મત હિસ્સેદારીના મામલે ભારતીય જનતા પાર્ટી તેમના હરિફો કરતા ખુબ આગળ છે. કોંગ્રેસ પાર્ટીની વાત કરવામાં આવે તો તેની મત હિસ્સેદારી વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં ૧૯.૩૧ ટકા હતી. જે હવે ૧૯.૬ ટકા થઇ ગઇ છે. એનડીએની મત હિસ્સેદારી પણ વધી છે. લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ મતહિસ્સેદારીને લઇને રાજકીય પક્ષો પણ ચર્ચા કરી રહ્યા છે. રાજકીય પંડિતો માની રહ્યા છે કે બ્રાન્ડ મોદીની લોકપ્રિયતા વચ્ચે ભારતીય જનતા પાર્ટી જોરદાર દેખાવ કરી રહી છે.

Related posts

आतंकवाद मानव मूल्यों का सबसे बड़ा दुश्मनः पीएम मोदी

aapnugujarat

ફિફા કપમાં કોલંબિયા ઉપર જાપાનની ૨-૧થી જીત

aapnugujarat

ચિદમ્બરમના પુત્ર કાર્તિ સામે વધુ ચાર કેસોમાં તપાસ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1