Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચિદમ્બરમના પુત્ર કાર્તિ સામે વધુ ચાર કેસોમાં તપાસ થશે

ભુતપૂર્વ કેન્દ્રિય નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ સામે હાલમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા બાદ હજુ સીબીઆઇ કાર્તિ સામે ઓછામાં ઓછા ચાર કેસમાં તપાસ કરવા માટે તૈયારી કરી રહી છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે તપાસ સંસ્થા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા ભ્રષ્ટાચારના એન્ગલથી તપાસ કરવા માટે સીબીઆઇને પહેલાથી જ ચાર કેસો સોંપી દીધા છે. જો કે હજુ સુધી વધારે વિગત મળી શકી નથી. તમામ કેસો આઇએનએક્સ મિડિયા જેના જ હોવાનુ જાણવા મળ્યુ છે. કાર્તિની ભૂમિકામાં તપાસ કરવામાં આવનાર છે. સીબીઆઇ દ્વારા તપાસ કરવા માટે કમર કસી લેવામાં આવ્યા બાદ હવે કાર્તિ પર સકંજો મજબુત કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં જ વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિના આવાસ પર હાલમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો. સીબીઆઈએ જુદી જુદી ટીમો બનાવીને આ કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રોનું કહેવું છે કે, એરસેલ-મેક્સિસ તપાસના સંબંધમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ચિદમ્બરમના આવાસ ઉપર તપાસ કરવામાં આવી હતી. આઈએનએક્સ મિડિયાને આપવામાં આવેલી મંજુરીના સંબંધમાં આ કાર્યવાહી શરૂ થઇ હતી. ચિદમ્બરમના કાર્તિના આવાસ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. દિલ્હીમાં રહેલા સુત્રોએ કહ્યું છે કે, મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, ગુડગાંવમાં એક સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચેન્નાઈમાં ચિદમ્બરમના આવાસ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે માહિતી આપતા કહ્યું છે કે, મોડી સાંજ સુધી તપાસનો દોર જારી રહ્યો હતો. આઈએનએક્સ મિડિયાના ફંડને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ દ્વારા મંજુરી આપવામાંઆવી હતી. આ મંજુરી યુપીએ સરકારના ગાળા દરમિયાન આપવામાં આવી હતી તે વખતે ચિદમ્બરમ પાસે આ વિભાગ હતું. ચિદમ્બરમના પુત્ર સામે નવા મામલા સપાટી ઉપર આવી રહ્યા છે. જેમાં એક મામલો એડવાન્ટેજ સ્ટેટેજીક કન્સલ્ટીંગ પ્રાઈવેટ લિમિટેડને આવરી લેતા લેવડ દેવડનો પણ છે. આ કંપની સામે સોમવારના દિવસે જ સીબીઆઈ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં કોઈ ટિપ્પણી કરવાનો હાલમાં કાર્તિ ચિદમ્બરમે ઈનકાર કર્યો છે. સૂત્રોએ કહ્યું છે કે કંપનીના ઓપરેશનમાં ચાવીરૂપ હસ્તી તરીકે રહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસ.ભાસ્કરરમન દ્વારા ઉપયોગ કરવામાં આવેલા કોમ્પ્યુટરમાંથી રિકવર કરવામાં આવેલી ફાઈલો બાદ એએસસીઈએલ સાથે કાર્તિના કનેકશનના અહેવાલ સપાટી પર આવ્યા છે. દસ્તાવેજો પૈકીના એક દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે ભાસ્કરરમન અને એસએસસીઈએલના ડિરેકટરોએ ૧૯મી જૂન ૨૦૧૩ના દિવસે તેમની વ્યક્તિગત વસિયત ઉપર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરાયો હતો. આ તમામ શેરધારકો સામે ઈડી દ્વારા તપાસ કરવામાં આવી ચુકી છે. મંગળવારના દિવસે સીબીઆઈ દ્વારા કાર્તિની તમામ વેપારી પ્રવૃત્તિને લઈને તપાસ કરવામાં આવી હતી.
કાર્તિ સાથે સંબંધ ધરાવતી અન્ય એક કંપની એમએસ વસન હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના પ્રેફરેશનલ શેર કેપિટલમાં વિદશી મૂડીરોકાણકારો દ્વારા રોકાણ સાથે સંબંધિત પણ એક મામલો રહેલો છે. આ ઉપરાંત અન્ય કેટલીક વિગતો પણ ખુલી રહી છે.

Related posts

Transporters will strike against toll tax imports on June 12

aapnugujarat

જમશેદપુરની હોસ્પિટલમાં ૩૦ દિવસમાં ૫૨ નવજાતનાં મોત

aapnugujarat

पप्पू यादव का ऐलान- बिहार की 150 विधानसभा सीटों पर चुनाव लड़ेगी JAP

editor

Leave a Comment

UA-96247877-1