કરીના કપુર ફરી એકવાર સંપૂર્ણપણે સક્રિય થઇ ગઇ છે. વધુને વધુ ફિલ્મો કરવા માટે તે તૈયાર થઇ ગઇ છે. દરમિયાન ફિલ્મકાર વિશાલ ભારદ્ધાજ હવે કરીના કપુર સાથે વધુ એક ફિલ્મ બનાવવાની યોજના ધરાવે છે. કરીના કપુર સાથે વિશાલે ઓમકારા ફિલ્મ બનાવી હતી. વિશાલે ફરી એકવાર કરીના સાથે ફિલ્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. વિશાલે પોતાની ફિલ્મ રંગુનના સ્ક્રીનિંગ વેળા આ વાત કરી હતી. વિશાલે કહ્યુ હતુ કે તેઓ કરીનાના મોટા ચાહક તરીકે છે. અમારા બન્ને વચ્ચે સારા સંબંધ રહ્યા છે. તે એક શાનદાર અભિનેત્રી રહી છે. તેઓ કરીના સાથે વધુ એક ફિલ્મ કરવા માટેની ઇચ્છા ધરાવ છે. હાલમાં જ રંગુનના નિર્દેશક વિશાલ ભારદ્ધાજની કરીના કપુરે પ્રશંસા કરી હતી. ૩૬ વર્ષીય કરીના કપુર બોલિવુડમાં ટુંક સમયમાં જ બોલિવુડમાં બીજી ઇનિગ્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. કરીના કપુર ફરી એકવાર નવી નવી અભિનેત્રીઓને પડકાર ફેંકવા માટે તૈયાર છે. કરીના કપુરની ગણતરી બોલિવુડની ટોપ ક્લાસ અભિનેત્રીમાં કરવામાં આવે છે. તે તમામ ત્રણેય ખાન સાથે પહેલા કામ કરી ચુકી છે. જેમાં આમીર ખાન સાથે પણ તે થ્રી ઇડિયટ્સામાં શાનદાર રોલ કરી ગઇ હતી. આ ફિલ્મ ઓલાટાઇમ સુપર હિટ ફિલ્મો પૈકી એક ફિલ્મ છે. સલમાન સાથે તો કેટલીક ફિલ્મો કરી ચુકી છે જેમાં સુપરહિટ ફિલ્મ બોડીગાર્ડનો પણ સમાવેશ થાય છે.
ઉપરાંત પણ તે કામ કરી ચુકી છે. શાહરૂખ ખાન સાથે તે મોટી ફિલ્મો કરી ચુકી છે. હવે બીજી ઇનિગ્સમાં તેને કેટલી સફળતા મળે છે તે બાબત પર વાત કરવી સરળ નથી. જો કે તે આશાવાદી છે. વિશાળ મોટી પડાકારરૂપ ભૂમિકામાં કરીના કપુરને ચમકાવવા માટે તૈયાર છે. બીજી બાજુ કરિના કપુર હાલમાં કેટલીક ફિલ્મોની પટકથા વાચી રહી છે.
પાછલી પોસ્ટ