Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

મોહાલીમાં રોહિતે બેવડી સદી ફટકારી : ત્રીજી વન-ડે નિર્ણાયક

મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસીએશન મેદાન ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે શ્રીલંકા ઉપર ૧૪૧ રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૩૯૨ રનનો જંગી જુમલો ખડક્યો હતો. ભારત તરફથી રોહિત શર્માએ ફરી એકવાર અણનમ બેવડી સદી ફટકારી હતી. કેપ્ટન તરીકે રોહિત શર્માએ ૧૫૩ બોલામાં ૧૩ ચોગ્ગા અને ૧૨ છગ્ગા સાથે ૨૦૮ રન ફટકાર્યા હતા. શિખર ધવને ૬૮ અને શ્રેયસ અય્યરે ૮૮ રન બનાવ્યા હતા. જીતવા માટેના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમ ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૫૧ રન બનાવી શકી હતી. શ્રીલંકા તરફથી મેથ્યુસે સૌથી વધુ ૧૧૧ રન બનાવ્યા હતા. બાકીના ખેલાડીઓ મેદાનમાં ટકી શક્યા ન હતા. મેન ઓફ દ મેચ રહેલા રોહિત શર્માએ ધરખમ દેખાવ કર્યો હતો. હિટમેનના નામથ લોકપ્રિય રોહિત શર્માએ વનડે કેરિયરની ત્રીજી બેવડી સદી ફટકારી હતી. રોહિત શર્મા કેરિયરમાં ત્રણ બેવડી સદી ફટકારી ચુક્યો છે. મોહાલીમાં બેવડી સદી ફટકાર્યા બાદ ત્રણ બેવડી સદી ફટકારનાર તે એકમાત્ર ખેલાડી બની ગયો હતો. રોહિત શર્માના આજે લગ્નની વર્ષગાંઠ પણ હતી. મોહાલી વનડેમાં બેવડી સદી ફટકારીને રોહિતે પત્નિ રિતીકાને વર્ષગાંઠની ભેંટ આપી હતી. આજથી બે વર્ષ પહેલા રોહિતના લગ્ન થયા હતા. શ્રીલંકાની સામે વનડે કેરિયરની બીજી બેવડી સદી ફટકારી છે. તે અગાઉ પણ શ્રીલંકા સામે બેવડી સદી કરી ચુક્યો છે. રોહિતે આ અગાઉ બે બેવડી સદી ફટકારી છે. કોલકાતાના ઇડન ગાર્ડન ઉપર ૨૬૪ રનની ઇનિંગ્સ રમી હતી જ્યારે ઓસ્ટ્રેલિયાની સામે બીજી નવેમ્બર ૨૦૧૩ના દિવસે બેંગ્લોરમાં ૨૦૯ રન ફટકાર્યા હતા. શ્રીલંકાની નવી ટીમે પ્રથમ મેચમાં ભારતને હાર આપીને તમામ ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. અત્રે નોંધનીય છે કે ધર્મશાળા ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં શ્રીલંકાએ ભારત ઉપર સાત વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ટીમનો દેખાવ ખુબ જ કંગાળ રહ્યો હતો. ભારતીય ટીમે ૩૮.૨ ઓવરમાં માત્ર ૧૧૨ રન કર્યા હતા. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમનો જોરદાર ધબડકો થયો હતો અને ભારતીય ટીમ માત્ર ૧૧૨ રનમાં ખખડી ગઈ હતી. એક વખતે ભારતે ૨૯ રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી અને ક્રિકેટ ચાહકો આઘાતમાં ગરકાવ થઇ ગયા હતા. પરંતુ મહેન્દ્રસિંહ ધોનીએ લાજ રાખી હતી. ધોનીએ ૬૫ રન બનાવીને ઉલ્લેખનીય દેખાવ કર્યો હતો. દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. જીતવા માટેના ૪૧૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાએ મેચને ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે પાંચ વિકેટે ૨૯૯ રન બનાવ્યા હતા. તે પહેલા નાગપુરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ધારણા પ્રમાણે જ શ્રીલંકા સામે ઐતિહાસિક જીત મેળવી હતી. શ્રીલંકા સામે હજુ સુધીની સૌથી મોટી જીત મેળવ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. આ અગાઉ ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશની સામે એક ઇનિંગ્સ અને ૨૩૯ રને જીત મેળવી હતી. નાગપુરમાં ભારતે એક ઇનિંગ્સ અને ૨૩૯ રને જીત મેળવી હતી જે સૌથી મોટી જીત હતી. કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી.

Related posts

बिहार में पशु चोरी के शक में 3 लोगों की पीटकर हत्या

aapnugujarat

કર્ણાટકમાં યેદિયુરપ્પાની કોંગ્રેસના કદ્દાવર નેતા ડીકે શિવકુમાર સાથે ગુપ્ત બેઠક

aapnugujarat

भारत ने रद्द की दिल्ली-अटारी समझौता लिंक एक्सप्रेस ट्रेन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1