Aapnu Gujarat
મનોરંજન

અમિતાભ બચ્ચનના પિતાનો રોલ પણ કરવા તૈયાર : અનિલ કપૂર

તાજેતરમાં એવા સમાચાર મળ્યાં હતાં કે રેસ ૩મા અનિલ કપૂર સલમાન ખાનના પિતાનો રોલ કરવા જઇ રહ્યાં છે. જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પિતાનો રોલ પણ કરવા તૈયાર છે.ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘પા’માં અભિષેક બચ્ચન અમિતાભના પિતા અને વિદ્યા બાલન તેમની માતાની ભૂમિકા નિભાવી ચુક્યા છે.અનિલ કપૂરે તાજેતરમાં જ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ફન્ને ખાં’ની શૂટિંગ પૂરી કરી છે અને તાજેતરમાં જ આ ફિલ્મની રેપઅપ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ રેસ ૩માં સલમાનના પિતાની ભૂમિકા નિભાવી રહ્યાં છે? તેના જવાબમાં અનિલે કહ્યું કે મને તેમાં કોઇ સમસ્યા નથી. હું એક અભિનેતા છું, તેથી હું અમિતાભ બચ્ચનના પિતાનો રોલ કરવા પણ તૈયાર છું. તેમણે વધુમાં જણાવ્યું કે હાલ હું આ ફિલ્મ વિશે વધું ન જણાવી શકું પરંતુ એ ચોક્કસપણે કહી શકું કે રેસ ૩ બાકી બે ફિલ્મો કરતાં અલગ છે અને આ ફિલ્મ પણ મનોરંજનથી ભરપૂર છે.

Related posts

२.० क्या तोड़ पाएगी बाहुबली २ का रिकॉर्ड

aapnugujarat

રાધિકા આપ્ટે પણ બોડી શેમિંગનો શિકાર બની હતી

aapnugujarat

નેટફ્લિક્સે એકસાથે 17 પ્રોજેક્ટ્સની કરી જાહેરાત

editor

Leave a Comment

UA-96247877-1