Aapnu Gujarat
મનોરંજન

રાધિકા આપ્ટે પણ બોડી શેમિંગનો શિકાર બની હતી

રાધિકા આપ્ટે પોતાની એક્ટિંગથી લાખો દિલો પર રાજ કરે છે. તે પોતાના અભિનયથી પાત્રમાં પ્રાણ ફૂંકી દે છે. રાધિકા આપ્ટે ’પાર્ચ્‌ડ’, ’માંઝીઃ ધ માઉન્ટેન મેન’, ’પેડમેન’, ’ધ લસ્ટ સ્ટોરીઝ’ અને ’રાત અકેલી હૈ’ જેવી હિટ ફિલ્મો માટે જાણીતી છે. આજે ભલે રાધિકાનું નામ બૉલીવુડની સફળ અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગયું હોય, પરંતુ તેને પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં ’બૉડી શેમિંગ’નો સામનો કરવો પડ્યો હતો. રાધિકા આપ્ટેએ ’ફિલ્મ કમ્પેનિયન’ ને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાના કરિયરના શરૂઆતના દિવસોને યાદ કર્યા હતા. તેણે વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે શરૂઆતના દિવસોમાં તેના હાથમાંથી ઘણા સારા પ્રોજેક્ટ નીકળી ગયા હતા કારણ કે તેના બ્રેસ્ટઅને હોઠ અન્ય અભિનેત્રીઓની સરખામણીમાં મોટા ન હતા. તેને વારંવાર શરીર અને ચહેરામાં ફેરફાર કરાવવા માટે સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી. રાધિકાએ વાતચીતમાં આગળ કહ્યું કે, આ વાતોથી તેને ખૂબ જ દુઃખ થતું હતું અને તે ખૂબ જ ગુસ્સે પણ થતી હતી. જોકે તેણે ક્યારેય ’શરીર પર કામ કરવાની’ સલાહને પોતાના પર મનમાં લીધી નથી. રાધિકા આપ્ટેએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં હું ’સ્પેશિયલ બોડી શેપ એન્ડ સાઇઝ’ માટે પ્રેશરમાં હતી. જ્યારે હું ઇન્ડસ્ટ્રીમાં નવી હતી ત્યારે મને મારા શરીર પર થોડું કામ કરવાનું કહેવામાં આવ્યું હતું. પહેલી મુલાકાતમાં મને કહેવામાં આવ્યું કે મારા નાકની સર્જરી કરાવી લો. બીજી મીટિંગમાં મને બ્રેસ્ટ સર્જરી કરાવવાનું કહેવામાં આવ્યું હતું. આ ટ્રેન્ડ આમ જ ચાલ્યો, પણ પછી હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે લોકોએ મને મારા પગ પર તો ક્યારેક મારા જડબાની સર્જરી કરાવવાની સલાહ આપવાનું શરૂ કર્યું હતું. મારા વાળને રંગવામાં મને ૩૦ વર્ષ લાગ્યા હતા. હું ક્યારેય ઇન્જેક્શન પણ નહીં લગાવું. મને આ બધી બાબતો પર ગુસ્સો આવ્યો હતો, પરંતુ તેમના કારણે હું મારા શરીરને વધુ પ્રેમ કરવા લાગી છું.બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે ફિલ્મ કારકિર્દીની શરૂઆતમાં બોડી શેમિંગનો શિકાર બની હતી. તેણે એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ઘટસ્ફોટ કર્યો છે. બોલિવૂડ ડેબ્યૂ દરમિયાન તેને બોટોક્સથી માંડીને બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવવાનું કહેવામાં આવ્યું હતું.

Related posts

સોફિયા વરગારા હવે ફિલ્મ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે

aapnugujarat

Tamannaah to star with Nawazuddin in ‘Bole Chudiyan’

aapnugujarat

નિક જોનસને પ્રિયંકા સાથે છુટાછેડા લેવા મોંઘા પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1