Aapnu Gujarat
ગુજરાત

ઇડર કોંગ્રેસનાં ઉમેદવારે પાસના સભ્યને આપ્યું રૂ.૧૧૧૦૦ નું કવર

સાબરકાંઠાના ઈડરમાં કોંગ્રેસ ઉમેદવાર મણીલાલ વાઘેલાનો વિવાદિત વીડિયો સામે આવ્યો છે. ઈડરમાં મણીલાલ વાઘેલાના હાથે પાસના સભ્યને ચાલુ સભામાં રૂપિયા ભરેલુ કવર આપવામાં આવતુ હોય વીડિયો વાયરલ થયો છે, તેઓ આ વીડિયોમાં પાસના સભ્યને ૧૧ હજાર ૧૦૦ રૂપિયા ભરેલુ કવર આપતા જોવા મળી રહ્યા છે.વીડિયોમાં સ્ટેજ પર રહેલા વ્યક્તિ કેમેરા બંધ કરાવવા પણ સૂચના આપતા ૫ણ જોવા મળ્યા હતા. વિડીયોમાં જોઈ શકાય છે કે, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવતે સંબોધન કરીને મણીલાલ વાઘેલાની લાગણી પાસના સભ્યને મદદ કરવાની હોવાનું જણાવી મણીલાલને હસ્તે ૧૧,૧૦૦ રૂપિયાનું કવર હાથમાં આપ્યું છે. નોંધનીય છે કે આ કવર આપતી વખતે તમામ કેમેરા બંધ કરવાની સુચના આપવામાં આવેલી હતી. એક કેમેરામાં આ રેકોર્ડીંગ થતું હોવાનું જાણી ખુદ મણીલાલ વાઘેલા જ કેમેરા બંધ કરવાની સુચના આપી રહ્યા છે.વળી, ઇડર તાલુકામાં જ છેલ્લા બે અઠવાડિયામાં હાર્દિક પટેલની ત્રણ-ત્રણ સભાઓ યોજાઈ છે ત્યારે પાસને કોગ્રેસ દ્વારા આ સભાઓ યોજવા ફંડ પણ અપાતું હોવાની શક્યતા નકારી શકાતી નથી. ચૂંટણી દરમિયાન કોઈ પણ વ્યક્તિ સાથે નાણાકીય લેવડ દેવડ કરી ન શકાય તેવા ચૂંટણી પંચના નિયમનો છેદ ઉડતો જોવા મળી રહ્યો છે.

Related posts

रोड-रास्ते से परेशान हुए नागरिको ने सरसपुर में एसटी बस को रोककर चक्काजाम किया

aapnugujarat

મોરબી પુલ દુર્ઘટના : જયસુખ પટેલને જામીન મળે તેમાં સરકારને વાંધો નથી

aapnugujarat

કોંગ્રેસના શાસનમાં ગરીબી, બેકારી, ભ્રષ્‍ટાચાર ફુલ્‍યો ફાલ્‍યો હતો : મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1