Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

૨૦૨૦ સુધીમાં આયુષ ઈન્ડસ્ટ્રીઝમાં ૨.૬ કરોડ નોકરીઓ : સુરેશ પ્રભુ

આયુષ ઈન્ડસ્ટ્રીઝ ૨૦૨૦ સુધીમાં ૨.૬ કરોડ નોકરીઓ આપી શકે છે. કેન્દ્રીયપ્રધાન સુરેશ પ્રભુએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આવનારા ત્રણ વર્ષમાં આયુષ ઈન્ડસ્ટ્રીઝ ડબલ ડિજિટ ગ્રોથ પ્રાપ્ત કરવાની આશાઓ છે. ૨૦૨૦ સુધીમાં આમાં ૧૦ લાખ લોકોને ડાયરેક્ટ અને આશરે ૨.૫ કરોડ લોકોને ઈનડાયરેક્ટ નોકરી મળશે. સરકાર ૨૦૨૨ સુધીમાં આયુષ સેક્ટર ત્રણ ગણું વધશે તેવી આશાઓ રાખી રહી છે. આયુષ અંતર્ગત મેડિસિન અને હેલ્થકેરના ટ્રેડિશનલ સિસ્ટમ આવે છે જેમાં આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યૂનાની, સિદ્ધા અને હોમિયોપેથીનો પણ સમાવેશ થાય છે.વેલનેસ, આરોગ્ય ૨૦૧૭ કોન્ફરન્સને સંબોધિત કરતા કોમર્સ મિનિસ્ટર સુરેશ પ્રભુએ જણાવ્યું કે આયુષનુ સ્થાનિક માર્કેટ આશરે ૫૦૦ કરોડ રૂપીયાનું છે જ્યારે એક્સપોર્ટ ૨૦૦ કરોડ રૂપીયા છે. યુવા ભારતીય એન્ટપ્રિન્યોર્સ આ સેક્ટરમાં નવા સ્ટાર્ટઅપ શરૂ કરવાનો પ્લાન કરી રહ્યા છે. આ હેલ્થકેર સેક્ટરમાં મોટા પ્રમાણમાં શક્યતાઓ રહેલી છે.સુરેશ પ્રભુએ જણાવ્યું કે સરકાર સારી તકો તૈયાર કરવા માટે તમામ દેશો સાથે મળીને કામ કરવા માટે તૈયાર છે આમાં ટ્રેડિશનલ મેડીસિનની જાણકારી લોકો એકબીજા પાસેથી મેળવી શકે છે. આનાથી બંન્ને પક્ષો માટે વિન-વિન સિચ્યુએશન તૈયાર થઈ શકે છે.
કોમર્સ મિનિસ્ટરે જણાવ્યું કે સરકારે આયુષમાં ૧૦૦ ટકા એફડીઆઈની મંજૂરી આપી રાખેલી છે. તેમણે તે વાત પર જોર આપ્યુ કે આ સેક્ટરમાં ઉપસ્થિત મોટી તકોનો લાભ ઉઠાવવા મે સ્ટેકહોલ્ડર્સે પોતાના પોતાના સંસાધનોનો ઉપયોગ કરવાનો રહેશે.

Related posts

पाक. अधिकृत कश्मीर का क्या होगा : अखिलेश

aapnugujarat

नई सरकार के लिए राजकोषीय घाटे के लक्ष्य को हासिल करने योग्य बजट तैयार करना बड़ी चुनौती

aapnugujarat

મંદિર નિર્માણ માટે વટહુકમ લાવવા હિન્દુ સંગઠનોની માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1