Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાશ્મીરમાં પ્રથમ ઘટના : બેંક લૂંટતા આતંકી મૂસા પર લોકોએ ફેંક્યા પથ્થર

કાશ્મીરમાં પહેલી વખત સ્થાનિકોએ આતંકીઓ પર પથ્થર ફેંક્યા હોવાની ઘટના ઘટી છે. જેમાં અલકાયદાની કાશ્મીર યૂનિટનો સાગરિત જાકિર મૂસા પણ સામેલ હતો. આ આતંકી ત્રાલના નુરપુરામાં એક બેંક લૂંટવા આવ્યો હતો.
સ્થાનિકોએ જ્યારે આતંકીઓ પર પથ્થર ફેંક્યા તો તેઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. જો કે આતંકીઓ લગભગ એક લાખ લૂંટીને ભાગવામાં સફળ રહ્યાં હતા. લૂંટની ઘટના સીસીટીવી ફુટેજમાં પણ કેપ્ચર થઈ છે.શરૂઆતી તપાસ અને સીસીટીવી ફુટેજ મુજબ જાકિર મૂસાએ પોતાના બે સાથીઓની સાથે બેંક લૂંટવા ઘૂસ્યો હતો. આતંકીઓએ ૯૭ હજાર રૂપિયાની લૂંટ કરી.
પોલીસે જણાવ્યું કે આ આતંકીઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. ત્રાલ જમ્મુ-કાશ્મીરના પુલવામા વિસ્તારમાં આવે છે.અવંતીપોરાના એસપી જાહીદ મલિકના જણાવ્યા મુજબ, ઘટના સોમવારની છે. આતંકીઓએ જમ્મુ કાશ્મીર બેંકની ત્રાલ વિસ્તારમાં આવેલી બ્રાંચને નિશાન બનાવી હતી.અલકાયદાએ હાલમાં જ એક નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે,તેને જાકિર મૂસાને કાશ્મીર યૂનિટનો ચીફ બનાવ્યો છે. આ યૂનિટને અંસાર ઘાવાતુલ હિંદ નામ આપવામાં આવ્યું છે.જાકિર મૂસાની સિક્યોરિટી ફોર્સ ઘણાં સમયથી તલાશ કરી રહી છે. મૂસા આ પહેલાં હિઝબુલ મુઝાહિદ્દીનમાં હતો.પોલીસના જણાવ્યા મુજબ, આતંકીઓ સોમવારે બપોરે લગભગ ૨ વાગ્યે બેંકમાં ઘૂસ્યાં હતા. આતંકીઓએ પહેલાં સીસીટીવી કેમેરો તોડવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ કેશ કાઉન્ટર પર રાખવામાં આવેલાં એક લાખ રૂપિયા લઈને ફાયર કરતાં ભાગી ગયા હતા. કાશ્મીરમાં ગત મહિને પણ એક બેંક લૂંટવાનો પ્રયાસ થયો હતો.

Related posts

अरुणाचल प्रदेश के सियांग में IAF को दिखा लापता विमान AN-32 का मलबा

aapnugujarat

બંગાળને અતિ સંવેદનશીલ જાહેર કરવાચૂંટણી પંચ સમક્ષ ભાજપ દ્વારા માંગ

aapnugujarat

फिर भारतीय सीमा में घुसा पाकिस्तानी ड्रोन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1