Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશ્મીરમાં સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા

સુરક્ષા દળોને જમ્મુકાશ્મીરમાં વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષા દળોએ ે બાતમી બાદ હાથ ધરવામાં આવેલા દિલધડક ઓપરેશનમાં જુદી જુદી અથડામણમાં પાંચ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આની સાથે જ મોતનો આંકડો ત્રાસવાદીઓએના પક્ષે ૨૦૦થી પણ ઉપર પહોંચી ગયો છે. બડગામમાં ચાર કુખ્યાત ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જ્યારે બારામુલ્લાના સોપોરેમાં સુરક્ષા દળોએ એક ત્રાસવાદીને મોતને ઘાટ ઉતારી દીધો છે. ઠાર થયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. સુરક્ષા દળો અને સેનાના અધિકારીઓએ માહિતી આપતા કહ્યુ છે કે બડગામમાં આજે વહેલી સવારે આર્મી, સીઆરપીએફ અને બડગામ પોલીસ દ્વારા મોટા પાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. પખેરપોરામાં ફુટલીપોરા ગામમાં જેશે મોહમ્મદના કેટલાક ત્રાસવાદીઓ છુપાયેલા છે તેવી બાતમી મળ્યા બાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. પોલીસે કહ્યુ છે કે સેના અને સુરક્ષા દળો પહોંચ્યા ત્યારે પખેરપોરા ચોક ખાતે ટોળાએ સુરક્ષા દળો પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. અધિકારીએ કહ્યુ હતુ કે છુપાયેલા ત્રાસવાદીઓએ એકાએક ગોળીબાર શરૂ કર્યો હતો. જેના જવાબમાં કાર્યવાહી કરવામાં આવતા ત્રાસવાદીઓ ફુંકાયા હતા. અથડામણમાં એક યુવાનને ઇજા તઇ હોવાના હેવાલ મળ્યા છે. પોલીસે વિગત આપતા કહ્યુ છે કે ૧૫ વર્ષીય સિનાર અહેમદને ઇજા થઇ હતી. કાફલા પર ટોળાએ હુમલો કરવામાં આવ્યા બાદ હવામાં ગોળીબાર કરતા યુવાનને ઇજા થઇ હતી. તેને શ્રીનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યો હતો. અન્ય એક સંબંધિત ઘટનાક્રમમાં બારામુલ્લાના સોપોરે વિસ્તારમાં એક ત્રાસવાદી ઠાર થયો હતો. હાલના સમયમાં ભારતીય સેનાએ ઓપરેશન ઓલ આઉટ હાથ ધર્યુ છે. જેમાં ૨૦૦થી પણ વધારે ત્રાસવાદી ફુંકાઇ ગયા છે. કેન્દ્રિય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ હાલમાં જ કહ્યુહતુ કે ત્રાસવાદીઓની કમર તોડી પાડવામાં આવી છે. તમામ મોટા ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. મોટા ભાગે તોયબા અને જેશના મોટા લીડરો ફુંકાઇ ગયા છે. તેમને ટેકો આપનારની સંખ્યામાં પણ ઘટાડો થઇ રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં એકબાજુ કટ્ટરપંથીઓની હાલત કફોડી બનેલી છે. બીજી બાજુ ત્રાસવાદીઓને ટેકો આપતા પથ્થરબાજોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. એનઆઇએ અને અન્ય તપાસ સંસ્થાઓ દ્વારા હાલમાં આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી હતી. જેશે મોહમ્મદ અને તોયબાના ત્રાસવાદીઓ હવે તેમની હાજરી પુરવા કરવા માટે સતત મથામણ કરી રહ્યા છે. સુરક્ષા દળોના કઠોર વલણના કારણે તેમની હાલત કફોડી બનેલી છે. ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ વેદ્યે કહ્યુ છે કે સાત વર્ષમાં પ્રથમ વખત જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી વિરોધી ઓપરેશનમાં માર્યા ગયેલા ત્રાસવાદીઓનો આંકડો ૨૦૦થી ઉપર પહોંચી ગયો છે. વર્ષ ૨૦૧૦ બાદથી સૌથી વધુ સંખ્યામાં ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૦માં ૨૭૦ ત્રાસવાદીઓ ઠાર કરાયા હતા. વર્ષ ૨૦૧૬માં ૧૬૫ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

Related posts

રાંચીમાં કોલસાની ખાણમાં આગથી ૧૯ ટ્રેન થશે બંધ, ૨૭૫૦ કરોડના નુકસાનનો અંદાજ

aapnugujarat

આંધ્રને સ્પેશિયલ દરજ્જો અપાવવા પીએમ મોદીનાં નિવાસે ધરણા કરનાર ૨૪ ટીડીપી સાંસદોની ધરપકડ

aapnugujarat

उद्धव ठाकरे बोले – ‘सीबीआई, ईडी का डर किसको दिखाते हो

editor

Leave a Comment

UA-96247877-1