Aapnu Gujarat
ગુજરાત

ભાજપ ૨૪ કલાક ઘરેલુ વિજ આપવામાં સફળ રહ્યાનો દાવો

ભાજપના પ્રદેશ પ્રવકતા ડો.જગદીશ ભાવસારે જણાવ્યુ છે કે,ભાજપાના ૨૨ વર્ષના શાસનમાં ગુજરાત ઉર્જાવાન બન્યુ છે.કોંગ્રેસ પાર્ટીને તેના અંધકારની યાદ સતત સતાવી રહી છે.કોંગ્રેસના દિલ્હીના આગેવાનો ગુજરાતમા આવીને વીજળીના મુદ્દે મગરના આંસુ સારે છે ત્યારે ભાજપાના શાસનમાં ઉર્જા ક્ષેત્રે થયેલી નોંધપાત્ર પ્રગતિ ભાજપામુકીને જુઠ્ઠી કોંગ્રેસના પ્રચાર પરપોટાની સામે સત્યના આંકડા મુકવા માંગે છે.
ગુજરાતની જનતાને આ બધાય ફાયદાઓનો અહેસાસ અને અનુભવ થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ દુખી થઈને ગુજરાતને બદનામ કરી રહી છે.તેને સખત શબ્દોમા ભાજપ વખોડી કાઢે છે.
ગુજરાતમા જ્યારે કોંગ્રેસનુ શાસન હતુ ત્યારે ૧૯૯૪-૯૫માં ઉર્જા વિભાગનુ બજેટ રૂપિયા ૨૦૦ કરોડ હતુ જે હાલમા રૂપિયા ૮૧૦૦ કરોડ સુધી પહોંચ્યુ છે.કૃષિ વિષયક વાર્ષિક વીજજોડાણ ૧૯૯૪-૯૫મા માત્ર ૧૭,૦૦૦ અપાયા હતા,ચાલુ વર્ષે ૧.૫ લાખ વીજજોડાણ આપવામા આવ્યા છે.કોંગ્રેસના શાસનમાં વીજળી અનિયમિત હતી.અંધકાર પ્રવતર્તો હતો.ભાજપાએ ૨૪ કલાક ઘરેલુ વીજળી અને ૧૦ કલાક કૃષિ માટે વીજળી આપવાનુ ઐતિહાસિક કાર્ય કર્યુ છે.કોંગ્રેસ શાસિત રાજયના મંત્રીઓ અનેકવાર ગુજરાતમા કૃષિક્રાંતિ અને વીજક્રાંતિનો અભ્યાસ કરતા હતા અને આજે મતની લાલસામા કોંગ્રેસના નેતાઓ સમગ્ર દેશમાં આગવી સિધ્ધિ સમાન ઉર્જાવાન ગુજરાતને બદનામ કરવા હરખપદુડા થઈ રહ્યા છે તેની ભાજપ સખ્ત શબ્દોમા નિંદા કરે છે.કોંગ્રેસના શાસનમાં સોલાર ઉર્જાના નામે મીંડુ હતુ ભાજપા ૧૧૫૯ મેગાવોટ ક્ષમતાની વીજળી ઉત્પન્ન કરે છે.કોંગ્રેસના શાસનમાં પવન ઉર્જાના નામે મીંડુ હતુ ભાજપા ૫૧૩૮ મેગાવોટ ક્ષમતાની વીજળી ઉત્પન્ન કરે છે.કોંગ્રેસના શાસનમાં વીજ ઉત્પાદન ક્ષમતા માત્ર ૬૦૦૦ મેગાવોટ હતી ભાજપાના શાસનમાં ૨૨,૨૫૬ મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા થઈ છે.તેમણે કહ્યુ કે,૧૯૯૫-૯૬માં ૧૫-૨૦ સબસ્ટેશન વર્ષે બનતા હતા ભાજપાના શાસનમાં ૧૦૦થી વધુ સબસ્ટેશન વાર્ષિક બને છે. ભાજપાના શાસનમા ખેડૂતોની રૂપિયા ૧૪,૮૫૦ કરોડ વીજબીલમાં રાહત આપવામા આવી છે.છેલ્લા ૧૬ વર્ષમાં વીજ દરમા કોઈ જ વધારો કરવામા આવ્યો નથી.ભાજપાના શાસનમા ગુજરાત ઉર્જાવાન બન્યુ છે અને પ્રગતિના માર્ગે આગળ વધ્યુ છે અને ગુજરાત વિરોધી કોંગ્રેસના નેતા પચાવી શકતા નથી.

Related posts

સુરતમાં હાર્દિક પટેલના રોડ શોમાં જનમેદનીથી ચિંતાનું મોજુ

aapnugujarat

નરોડા : લકી ડ્રોના નામે નિર્દોષ નાગરિકોની સાથે ઠગાઈ

aapnugujarat

નેતન્યાહુએ પણ મોદીને બે અનોખી જીપો ભેટ આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1