Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

૧૦ ટકા સુધીનો વિકાસ દર પડકારરુપ : જેટલી

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આજે કહ્યું હતું કે, ૧૦ ટકાના વિકાસ દર પડકારરુપ છે પરંતુ ભારત આ દર સુધી પહોંચવા માટે ઇચ્છુક છે. જેટલીએ કહ્યું હતું કે, ભારતને ૫૦ લાખ કરોડના રોકાણની જરૂર છે. તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતુ ંકે, સરકારના સુધારાઓ ખાસ દિશામાં આગળ વધે છે. અર્થતંત્રમાં માળખાકીય ફેરફાર પણ જુદા જુદા રહે છે.
ભારત સાત ટકાના વિકાસદરથી હાલમાં આગળ વધવા ઇચ્છુક છે. જેટલીએ ઉમેર્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં ભારતને ૫૦ લાખ કરોડના રોકાણની જરૂર છે. એક કાર્યક્રમમાં બોલતા જેટલીએ કહ્યું હતું કે, ૧૦ ટકાનો વિકાસ દર પ્રોત્સાહનજનક રહ્યો છે. ભારતે ૭ ટકાનો વિકાસ દર છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન હાસલ કર્યો છે. જો કે, ૧૦ ટકા સુધી પહોંચવાની બાબત ખુબ જ પડકારરુપ છે. આ બાબત માત્ર સ્થાનિક પરિબળો ઉપર આધારિત નથી પરંતુ વૈશ્વિક ઘટનાઓ કઈ રીતે આગળ વધે છે તેના ઉપર પણ આધારિત છે. આગામી પાંચ વર્ષમાં ભારતને ૫૦ લાખ કરોડના રોકાણની જરૂર છે. ઘણા પડકારો રહેલા છે. ૨૦૦૭થી ૨૦૧૭ વચ્ચેના ગાળા દરમિયાન ભારતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ૬૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં વધારો કર્યો છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, બજેટ ૨૦૧૭-૧૮માં આ સેક્ટર માટે ૩.૯૬ લાખ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જીએસટીના રેટને વધુ તર્કસંગત બનાવવાની બાબત રેવેન્યુ વસુલાત ઉપર આધારિત છે. તેમણે ઉમેર્યું હતું કે, અસરકારક પગલા સતત લેવામાં આવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ૨૮ ટકાના જીએસટી સ્લેબમાં ખુબ જ મર્યાદિત ચીજો રહી છે. સ્લેબને ઘટાડવાના પ્રયાસો સતત થતાં રહ્યા છે. જેટલીએ ઉમેર્યું હતું કે, સરકારના સુધારાઓ દરેક સરકારના જુદા જુદા રહે છે.

Related posts

आज तक पीएम ऐसे नहीं हुए जिस प्रकार मोदीजी ने व्यवहार किया है : अशोक गहलोत

aapnugujarat

मानव संशाधन विकास मंत्रालय ने पेश किया 100 दिन का लेखा-जोखा, 16 नए केंद्रीय विद्यालय का उद्घाटन

aapnugujarat

कॉल ड्रॉप : टेलिकॉम कंपनियों पर ५८ लाख रुपये की पेनल्टी : सिन्हा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1