Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાંચીમાં કોલસાની ખાણમાં આગથી ૧૯ ટ્રેન થશે બંધ, ૨૭૫૦ કરોડના નુકસાનનો અંદાજ

ધનબાદથી ચંદ્રપુરા વચ્ચે આવેલી કોલસાની ખાણમાં આગ લાગી છે. જેને પરિણામે ૩૫ કિલોમીટર સુધીના ટ્રેક પર ટ્રેનોનું પરિવહન સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવશે. રેલવેના જણાવ્યા મુજબ ૧૫ જૂનથી લાગુ થનારા નિર્ણયોની અસર ટ્રેક પર ચાલનારી ૧૯ ટ્રેન પર પડશે.રેલવે બોર્ડ મેમ્બર મોહમ્મદ જમશેદના જણાવ્યા મુજબ ધનબાદથી ચંદ્રપુરા વચ્ચે લગભગ ૩૫ કિલોમીટરના રેલમાર્ગ પર યાત્રી તેમજ માલ પરિવહનને ૧૫ જૂનથી સંપૂર્ણ રીતે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.રેલવેને ૨,૭૫૦ કરોડ રૂપિયાના નુકસાનની શક્યતા.કોલસા કંપનીઓ તેમજ કોલ એન્ડ માઈન મંત્રાલયના સેક્રેટરી સાથે રેલવેના અધિકારીઓની વાતચીત ચાલી રહી છે.રેલવેનો પ્રયાસ છે કે કોલસાની લોડિંગ સાઈડને બદલીને લગભગ ૧૫૦૦ કરોડ રૂપિયા રેવન્યૂ બચાવવામાં આવે.૧.૨૫ કરોડ પેસેન્જર્સ પ્રભાવિત થશે.પંજાબ, હરિયાણા, યૂપી અને પશ્ચિમ બંગાલના અનેક પાવર પ્લાન્ટને કોલસો નહીં મળી શકે.આ કારણથી આ રાજ્યોમાં વિજળી સંકટ ઊભું થઈ શકે છે.અહીં કોલસાની સપ્લાઈ ઝરિયા (ધનબાદ)થી કરવામાં આવે છે.
રાંચીના ડીઆરએમ મનોજકૃષ્ણ અખૌરીના જણાવ્યા મુજબ, નવી રેલ લાઈનનો પ્રપોઝલ મોકલવામાં આવ્યું છે.આ રેલ લાઈન ૪૨ કિલોમીટર લાંબી હશે.આ નવી રેલ બનવામાં ૪ વર્ષ લાગશે અને ૩,૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.ધનબાદ-ચંદ્રપુરા રૂટ પર બસ ચલાવવામાં આવશે.ધનબાદના સાંસદ પશુપતિનાથ સિંહની રેલ અધિકારીઓ સાથેની બેઠક પછી ધનબાદથી ચંદ્રપુરા અને ફુસરોથી ધનબાદ માટે પાંચ-પાંચ બસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સવારે પાંચ વાગ્યાથી દર કલાકે આ બસ ચાલશે.બસોની સંખ્યા વધારવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે.સૌથી પહેલાં આગ ધનબાદના કતરાસ સ્થિત બાસજોડાની નજીક લાગી. જે બાદ આગ ધીરે ધીરે ફેલાઈ.હવે આ આગ ૩૦ કિલોમીટર સુધી ફેલાઈ ચુકી છે.આગની સૌપ્રથમ જાણ વર્ષ ૨૦૦૨માં લાગી.કોલસાની ખાણમાં ગરમ અને ઠંડા કોલસા વચ્ચેના ઘર્ષણને કારણે આગ લાગી.આગ લાગવાને કારણે જમીન ધસી શકે છે, પરિણામે સંપૂર્ણ રેલવે ટ્રેક ટ્રેન સહિત જમીનમાં ગરકાવ થઈ શકે છે.
આ પહેલાં કયારેય પણ રેલવે ટ્રાફિક બંધ કરવામાં નથી આવ્યો.

Related posts

રેસ્ટોરન્ટમાં મેન્યુમાં ડિસેઝ સાથે કેલોરીનો ઉલ્લેખ રહેશે

aapnugujarat

एक ही दिन में दो बड़े हादसे टले, Air India के बाद SpiceJet का विमान रनवे से फिसला

aapnugujarat

બિહારમાં કોંગ્રેસ નહીં RJD મોટાભાઈ તરીકે હોવાનો દાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1