Aapnu Gujarat
બિઝનેસ

આવી રહી છે ટાટા નેનો ઈલેકટ્રોનિક,ખાસ નામ સાથે થશે લોન્ચ

ટાટા કંપની પોતાની નવી કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટાટા નેનો ઈલેકટ્રોનિક કાર લોન્ચ કરશે. આ કારને વડાપ્રધાન મોદી આ જ મહિને ૨૮ નવેમ્બરના રોજ લોન્ચ કરી શકે છે. આ કારનું નામ પણ ખાસ હશે. આ ગાડીને જયમ નિયો નામથી લોન્ચ કરવામાં આવી શકે છે. જયમ ઓટોમોટિવ્સ ઘણા લાંબા સમયથી ટાટા મોટર્સ સાથે મળીને ટાટાની ગાડીઓના સ્પોટ્‌ર્સ વર્ઝન બહાર પાડશે. પ્લાન અનુસાર અત્યારે નિયોને જયમ બ્રાંડ અંતર્ગત સેલ કરવામાં આવશે. આવનારા સમયમાં ટાટા મોટર્સ પોતાનું વેરિઅંટ લાવશે. આશા છે કે હૈદરાબાદમાં વડાપ્રધાન આ કાર લોન્ચ કરશે.
નિયોમાં ૪૮ વોલ્ટની એક ઈલેક્ટ્રોનિક સીસ્ટમ આપવામાં આવી છે. આ કારની ઈલેકટ્રિક સીસ્ટમથી ૨૩ હોર્સ પાવરની તાકાત જનરેટ થાય છે. આ કારનું વજન આશરે ૮૦૦ કિલો જેટલું છે જ્યારે ૬૨૩સીસીની પેટ્રોલવાળી નેનો કારનું વજન ૬૩૬ કિલો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નેનોને અત્યારે માત્ર સિટી ટેક્સીમાં ઉપયોગમાં લેવા માટે જ તૈયાર કરવામાં આવે છે. નવી લોન્ચ થનારી આ ઈલેક્ટ્રિક કારને એકવાર ચાર્જ કરવાથી ૨૦૦ કિલોમીટર સુધી ચાલશે તેવું કંપનીના સૂત્રોએ જણાવ્યું છે. તો આ સિવાય આ કારમાં ૪ વ્યક્તિઓ બેસી શકે તેટલી જગ્યા છે અને જો તમારે આ કાર એસીમાં ચલાવવી હોય તો એકવાર ફુલ ચાર્જ કર્યા પછી ૧૪૦ કિલોમીટર સુધી ચાલશે.

Related posts

મોદી સરકારે વટાણા આયાત પર પ્રતિબંધ ત્રણ મહિના વધારી ૩૧ માર્ચ સુધી લંબાવ્યો

aapnugujarat

સેન્સેક્સમાં ૧૪૫ પોઈન્ટનો સુધારો

aapnugujarat

GNFC બિલિયન ડોલર માર્કેટ કેપની ક્લબમાં ઇન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1