Aapnu Gujarat
બિઝનેસ

મોદી સરકારે વટાણા આયાત પર પ્રતિબંધ ત્રણ મહિના વધારી ૩૧ માર્ચ સુધી લંબાવ્યો

ગત એક અઠવાડીયાની અંદર સરકારે ખેડુતોને બીજીવાર રાહત આપી છે. પહેલા ડુંગળી પર નિકાસ પ્રોત્સાહનને બમણું કરવામાં આવ્યું હવે વટાણાન આયાત પર રોકની સમય સીમા વધારી દીધી છે. વાણિજ્ય મંત્રાલયે સોમવારે વટાણા આયાત પર પ્રતિબંધ ત્રણ મહિના વધારી ૩૧ માર્ચ સુધી કરી દીધી છે. તેનાથી સસ્તા આયાત પર રોક લગાવવાની સાથે જ ઘરેલુ બાજરમાં ભાવને યોગ્ય સ્તર લાવવામાં મદદ મળશે. વિદેશી વેપારના નિયામક મંડળે એક નોટિસમાં કહ્યું કે મંત્રાલયે એક જાન્યૂઆરી ૨૦૧૯થી ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી વટાણાની આયાત પર રોક લગાવી દીધી છે. આ પહેલા સપ્ટેમ્બરમાં ત્રણ મહિના માટે આયાત પર રોક લગાવી દીધી હતી જેનો સમયગાળો સોમવારે સમાપ્ત થઇ રહ્યો છે. ભારત દુનિયામાં કઠોળનો સૌથી મોટો ઉત્પાદક છે. વર્ષ ૨૦૧૮-૧૯માં કઠોળનું ઉત્પાદન ૨.૪ કરોડ ટન પહોંચાડવાનું લક્ષ્ય છે. આ ૨૦૧૭-૧૮ ના ૨.૩૯ કરોડ ટનથી થોડું વધારે છે. પાછલા દિવસોમાં ડુંગળીના ભાવમાં ઘટાડાથી ઉભી થઇ રહેલી ચિંતાઓની વચ્ચે તેમની નિકાસને વધારો આપવા અને ખેડુતોને વધું વળતર મળે તેની કવાયતના અંતર્ગત આ પગલા ઉઠાવ્યા છે. હાલમાં, ડુંગળીના નિકાસકારોને ભારતમાંથી કોમોડિટી નિકાસ યોજના (એમઇઆઇએસ)ના અંતર્ગત (એમએઆઇએસ) નવા પાક માટે ૫ ટકાનું નિકાસ પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે. આ યોજના ૧૨ જાન્યુઆરી ૨૦૧૯ સુધી લાગુ હતી.

Related posts

ઓસીયા હાયપર રિટેઈલ લિમિટેડ એસએમઈ-આઈપીઓ મારફતે ₹ 39.77 કરોડ ઉભા કરશે

aapnugujarat

એલઆઈસીમાં હવે દર શનિવારે રજા

editor

डिजिटल इंडियाः २५००० वाईफाई लगाएगा बीएसएनएल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1