Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જન ધન ખાતાધારકોને બેંક તરફથી મોટી રાહત

એસબીઆઇ સહિત દેશભરની પ્રમુખ બેંકોનાં ખાતાધારકોને પોતાનાં ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવા માટે ફરજિયાતપણે કહેવામાં આવ્યું હતું. આ આદેશ બાદ શહેરોનાં હિસાબે ખાતામાં દર મહિને મિનિમમ બેલેન્સ રાખવું એ અનિવાર્ય કરી દેવાયું, જેવું ન કરવાંથી ખાતામાંથી રૂપિયા કપાવા લાગ્યા છે.
એસબીઆઇ સિવાય અન્ય દરેક પ્રાઇવેટ અને પીએનબી બેંકોમાં પ્રત્યેક ખાતાધારકોને બેલેન્સ રાખવું નથી પડતું. જો કે બેંકોએ પહેલાં આ નિયમ દરેક પ્રકારનાં સેવિંગ ખાતાધારકો પર લાગુ કર્યો હતો પરંતુ હવે આમાં કંઇક વિશેષ પ્રકારનાં ખાતાઓમાં આ નિયમમાં ફેરફાર કર્યા છે.બેંકોનાં નિયમો અનુસાર, મેટ્રો શહેરોનાં ખાતાધારકોને ૩ હજાર રૂપિયા, મોટા ટિયર ટૂ શહેરોમાં પણ ૩ હજાર રૂપિયા અને નાના શહેરોમાં ૨ હજાર રૂપિયા તેમજ ગ્રામ્ય દેશમાં ૧૦૦૦ રૂપિયા ખાતામાં રાખવા અનિવાર્ય છે. પહેલા મેટ્રો શહેરોમાં આ સીમા રૂ.૫ હજારની હતી કે જેને એસબીઆઇએ ઘટાડી દીધી હતી.હવે દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ જન-ધન ખાતા, સેલરી એકાઉન્ટ, સ્ટૂડન્ટ એકાઉન્ટ અને સ્ટાફ એકાઉન્ટને મિનિમમ બેલેન્સ રાખવાનું ફરજિયાતપણું હવે ખતમ કરી દીધેલ છે. આ સાથે પેન્શન ખાતાધારકો, સરકારની કોઇ સ્કિમ અંતર્ગત ખોલવામાં આવેલ એકાઉન્ટ્‌સ અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં છોકરાઓ માટે ખોલવામાં આવેલ એકાઉન્ટને પણ આમાંથી બહાર રાખવામાં આવેલ છે.
બેંકે હવે મિનિમમ બેલેન્સ ન રાખવા પર લગાવવામાં આવતી પેનલ્ટીને પણ ઘટાડી દીધેલ છે. હવે નાના શહેરોમાં અને ગ્રામ્ય દેશોમાં ખોલવામાં આવેલ ખાતાઓમાં રૂ.૨૦થી લઇ રૂ.૪૦ કપાય છે. અર્બન અને મેટ્રો શહેરોમાં આ પેનલ્ટી રૂ.૩૦થી રૂ.૫૦ છે.

Related posts

Market Closes on high; Sensex up by 748.31, Nifty at 11,095.25

editor

પોક.માં હુમલા બાદ દેશભરમાં હવે એલર્ટ

aapnugujarat

બજેટ દરખાસ્તો પર ૧૦મીએ સેબી બોર્ડની બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1