Aapnu Gujarat
બિઝનેસ

GNFC બિલિયન ડોલર માર્કેટ કેપની ક્લબમાં ઇન

સરકારી ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જીએનએફસી)ની માર્કેટ મૂડી રેકોર્ડ ઉંચી સપાટી ઉપર પહોંચી ગઈ છે. જીએનએફસી પણ હવે બિલિયન ડોલરની માર્કેટ કેપ ધરાવતી ક્લબમાં પહોંચી ગઇ છે. જીજીઆઈ અને જીએસપીએલ બાદ આ ક્લબમાં એન્ટ્રી કરનાર આ ત્રીજી કંપની છે. નવેસરના આંકડા મુજબ વિગત સપાટી ઉપર આવી છે. ગુજરાત સરકારની માલિકીની અન્ય જે કંપનીઓ આ ક્લબમાં પહોંચી છે તેમાં ગુજરાત ગેસ લિમિટેડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડનો સમાવેશ થાય છે. સોમવારના દિવસે કારોબાર દરમિયાન શેરમાં ઉથલપાથલ અને કિંમતોમાં ફેરફારની સીધી અસર જોવા મળી હતી. જીએનએફસીમાં શેરની કિંમત બીએસઈમાં ૫૧૪.૧૦ રૂપિયા ઉપર પહોંચી હતી. આ કંપનીની માર્કેટ મૂડી ૭૯૯૦.૦૮ કરોડ સુધી પહોંચી હતી. આ કંપનીની માર્કેટ મૂડી પ્રથમ વખત બિલિયન ડોલર ક્લબમાં પહોંચી છે. હેડ પીસીજી એન્ડ કેપિટલ માર્કેટ સ્ટ્રેટેજી, એચડીએફસી સિક્યુરિટીના કહેવા મુજબ સ્થિતિ દિનપ્રતિદિન મજબૂત થઇ રહી છે. જીજીએલ અને જીએસપીએલની માર્કેટ મૂડી ક્રમશઃ ૧૨૫૦૬.૬૭ કરોડ અને ૧૧૭૫૧.૭૨ કરોડ સુધી પહોંચી છે. ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો અને નિષ્ણાતોનું કહેવું છે કે, આગામી દિવસોમાં માર્કેટ મૂડીમાં વધુ વધારો થઇ શકે છે. કારણ કે, કંપનીઓનું ચિત્ર ખુબ વિવાદી દેખાઈ રહ્યું છે. જીએનએફસીના શેરમાં શાનદાર સ્થિતિ જોવા મળી રહી છે. આ કંપની જુદા જુદા પ્રોડક્ટ માટે ૨૦થી વધુ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવે છે. તમામ પ્લાન્ટ ૧૦૦ ટકાથી પણ વધુ ક્ષમતા સાથે આગળ વધી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં ખુબ જ શાનદાર સ્થિતિ રહી છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

જીએસટીમાંથી રાખડી, ગણેશ મૂર્તિઓને મુક્તિ : ગોયેલ

aapnugujarat

3% drop in total sales of Mahindra & Mahindra in May 2019

aapnugujarat

चेक बुक व्यवस्था को खत्म करने की तैयारियां : डिजिटल ट्रांजैक्शंस को बढावा देने की कोशिश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1