Aapnu Gujarat
રમતગમત

રિતુ ફોગાટે અંડર-૨૩ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ કર્યો હાંસલ

ભારતીય મહિલા સ્પર્ધક રિતુ ફોગાટે અંડર-૨૩ સીનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ પોતાનાં નામે કરી લીધો છે. પોલેન્ડમાં ચાલી રહેલ આ ચેમ્પિયનશીપમાં રિતુને સુવર્ણ ચંદ્રકનાં મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો.૨૩ વર્ષની રિતુએ પાછલા વર્ષે કોમનવેલ્થ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પોતાનાં નામે કર્યો હતો પરંતુ પોતાના સ્વર્ણિમ પ્રદર્શનને અહીં રજૂ ના કરી શકી. રિતુને તુર્કીની મહિલા રેસલર દેમિરહાને સુવર્ણ ચંદ્રકનાં મુકાબલે હરાવી. આ પહેલાં ક્વોર્ટર ફાઇનલ મેચમાં ભારતીય મહિલા રેસલર રિતુએ બુલ્ગારિયાની સેલિષ્કાને ૪-૨નાં અંતરે હાર આપી હતી.રિતુએ ચીનની રેસલર જિયાંગ જૂને સેમિફાઇનલમાં ૪-૩થી હરાવીને સુવર્ણ ચંદ્રકનાં મુકાબલામાં પ્રવેશ કર્યો હતો. રિતુએ આ પહેલા ઇન્દોરમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ પણ જીતી હતી. આ મહિનામાં જ ઇન્દોરમાં રેસલિંગ ચેમ્પિયનશીપમાં રિતુએ સુવર્ણ ચંદ્રકને પોતાનાં નામે કર્યો હતો. એને આ વર્ષનાં મેં મહિનામાં એશિયન ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક પણ જીત્યો હતો.

Related posts

Sunny became brand ambassador of Delhi Bulls

aapnugujarat

भुवनेश्वर ने नेट्‌स में फरहाट की देखरेख में बहाया पसीना

aapnugujarat

पाकिस्तान के घरेलू क्रिकेटरों के वेतन में बड़ी बढ़ोतरी

editor

Leave a Comment

UA-96247877-1