કોઈ પણ બેંક ૫૦૦ અને ૨૦૦૦ રુપિયાની નોટ લેવાનો ઈનકાર ન કરી શકે જેના પર કંઈક લખેલું હોય. જોકે, આવી નોટોને બેંકમાંથી બદલાવી ન શકાય, આ નોટ જમા કર્તાના વ્યક્તિગત ખાતામાં જમા કરાવી શકાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)ના અધિકારીએ આ જાણકારી આપી છે.આંતરાષ્ટ્રિય વેપાર મેળામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આર્થિક સાક્ષરતા હેઠળ મેળામાં આવનારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા હતા. અહીં નવી નોટોના ફીચર સહિત લોકોને તેમના અધિકારો અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા હતા.
સાથે જ, ડિજિટલ માધ્યમથી જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા હતા. પ્રગતિ મેદાનના હોલ નંબર ૧૮માં લાગેલા રિઝર્વ બેંકના સ્ટોલમાં લોકો પોતાના સવાલોને લઈને પહોંચ્યા હતા. લોકોએ અહીં ૫૦૦ અને ૨૦૦૦ની નોટ પર કશું લખાણ હોય તો તેની માન્યતા અંગે પણ સવાલ કર્યા હતો. તો કોઈએ બેંકની સામે ફરિયાદ કરવાની રીત અંગે પણ સવાલ કર્યો હતો. કોઈને ૧૦ રુપિયાના સિક્કાની સ્થિતિ અંગે જાણકારી જોઈએ. રિઝર્વ બેંકના અધિકારીઓએ જણાવ્યું,કેન્દ્રીય બેંક પહેલા પણ આ સંબંધમાં ભ્રમ દૂર કર્યો છે. મેળા દરમિયાન લોકોએ અમને ૫૦૦ અને ૨૦૦૦ રુપિયાની નોટો પર કંઈક લખ્યું હોય તેવી સ્થિતિમાં તેની માન્યતા પર સવાલ કરી રહ્યા છે. અમે એ સ્પષ્ટ કરવા માગીએ છીએ કે નોટ પર કંઈક લખ્યું હોય કે રંગ લાગ્યો હોય તેવી સ્થિતિમાં પણ તે માન્ય છે. બેંક તેમને લેવાનો ઈનકાર કરી શકે છે.સાથે જ તેમણે કહ્યું, જોકે, ગ્રાહક આવી નોટોને બેંકમાંથી બદલાવી નથી શકતા, પણ આવી નોટોને તેઓ પોતાના વ્યક્તિગત ખાતામાં જમા કરાવી શકે છે. તેમણે કહ્યું કે, રિઝર્વ બેંક સ્વચ્છ નોટોની નીતિનું અનુસરણ કરે છે. નવી નોટોને લઈને હજુ રિફન્ડ નીતિ નથી આવી, માટે જે નોટો પર કશું લખ્યું હોય તેને બદલાવી ન શકાય, પણ જમા કરાવી શકાય. રિઝર્વ બેંકે આવી નોટોનું લીગલ ટેન્ડર પાછું નથી લીધું.
અધિકારીઓએ કહ્યું, આ સિવાય અમે મેળો જોવા આવનારા લોકોને નવી નોટોના ફીચર્સ અંગે પણ માહિતી આપીએ છીએ, જેથી તેઓ નકલી નોટોની ઓળખ કરી શકે. તેમણે કહ્યું, આ માટે અમે પેમ્ફ્લેટ્સ છપાવ્યા છે. જેના પર નોટો વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી છે, જેનું અધ્યયન કરીને લોકો નોટની સાચી માહિતી મેળવી શકે. અધિકારીઓએ જણાવ્યું કે, ૫૦૦, ૨૦૦૦ અને ૨૦૦ રુપિયાની નોટ પર ૧૭ ફીચર્સ છે, જ્યારે કે ૫૦ રુપિયાની નોટો પર ૧૪ ફીચર્સ છે.