Aapnu Gujarat
Uncategorized

જેતપુર વિધાનસભાના ઉમેદવાર જયેશ રાદડીયા પાસે ૨૬.૩૪ કરોડની જંગમ મિલકત

ભાજપના જેતપુર વિધાનસભાની બેઠકના ઉમેદવાર જયેશ રાદડીયા પાસે કુલ રૂપિયા ૨૬.૩૪ કરોડ ઉપરાંતની સ્થાવર અને જંગમ મિલકત છે.પિતાની નાદુરસ્ત તબિયતને કારણે જયેશને ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે ફોર્મ ભરવુ પડ્યુ હતુ.આ અંગે મળતી માહિતી અનુસાર,જેતપુર વિધાનસભાની બેઠકના ભાજપના ઉમેદવાર જયેશ રાદડીયા સાથે તેમના કાકા ગોપાલભાઈ ફોર્મ ભરવા ગયા હતા.જયેશના પિતા વિઠ્ઠલભાઈ રાદડીયાની છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયતના કારણે તેઓ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે જેતપુર બેઠકના ઉમેદવાર જયેશ રાદડીયા દ્વારા ઉમેદવારી પત્રમાં દર્શાવેલી વિગત મુજબ, સ્થાવર મિલકત ૫,૬૬,૩૮,૧૬૯ રૂપિયા, સોનુ, થાપણ, મ્યુ.ફંડ, ડિબેન્ચર સહિત ૨૦૬૮૫૫૦૧૨.૩૩ રૂપિયાની થાપણ એમ કુલ રૂપિયા ૨૬,૩૪,૨૩,૧૮૧ની મિલકતના માલિક છે.કરોડો રૂપિયાના માલિક હોવા છતાં જયેશ પાસે પોતાની કાર નથી માત્ર એક એકટિવા સ્કૂટર છે.ગત વર્ષ-૨૦૧૩ની પેટા ચૂંટણીમાં જયેશ પાસે રૂપિયા ૧૪.૭૨ કરોડ રૂપિયાની મલકત હતી અને એક સેવરોલેટ કાર હતી.છેલ્લા ચાર વર્ષમાં જયેશ રાદડીયાની મિલકતમાં ૧૨ કરોડનો વધારો થવા પામ્યો છે,જોકે રાદડીયાનુ દેવુ ડબલ થઈ ગયુ છે.જુદી જુદી બેંકોમાં રૂપિયા ૧૫.૨૮ કરોડની લોન ચાલુ છે બીજી તરફ કરોડો રૂપિયાની મિલકત હોવા છતાં તેમની પાસે કાર નથી.

Related posts

कोरोना से बचाव के लिए ‘बबल रैप’ में मिल रही हैं टाटा मोटर्स की गाड़ियां

editor

CM e-dedicates and e-launches Rs.41.36-cr Bhavnagar Range IGP office, police lines

editor

महात्मा गांधी साहित्य सेवा मंच गांधीनगर ने ऊंचाईयां हासिल कर लिया

editor

Leave a Comment

UA-96247877-1