Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ઇન્ડિગો સામે રાષ્ટ્રદ્રોહનો કેસ, ભારતીય નાણાં લેવાનો કર્યો હતો ઇન્કાર

ઇન્ડિગો એરલાઇન ફરી એક વાર ચર્ચામાં આવી છે. અને દિલ્લીના સરોજિની નગર પોલિસ સ્ટોશનમાં એરલાઇન સામે રાષ્ટ્રદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પ્રમોદ કુમાર જૈન નામના વ્યક્તિએ ઇન્ડિગો સામે કેસ દાખલ કર્યો છે.જણાવવામાં આવ્યુ હતું કે બેગ્લુરૂ- દુબઈ ફ્લાઇટ માટે એરલાઇને પ્રમોદ જૈન પાસેથી ભારતીય ચલણ લેવાનો ઇન્કાર કરી દીધો હતો. પ્રમોદ કુમાર જૈને જણાવ્યું હતું કે તેમણે ઇન્ડિગો સામે ઇન્ડિયન પીનલકોડની ધારા ૧૨૪ એ અને નેશનલ ઓનર એક્ટ ૧૯૭૧ હેઠળ કેસ દાખલ કર્યો છે.
રિયલ એસ્ટેટના વેપારી પ્રમોદ જૈન ૧૦ નવેમ્બરે બેંગ્લુરૂથી દુબઈ જવા માટે ઇન્ડિગોની ફ્લાઇટ ૬ઇ૯૫ માટે ટિકીટ બુક કરાવી હતી આ ટીકિટમાં તેમણે મીલ નહોતું નોંધાવ્યું ફ્લાઇટમા જ્યારે તેમણે જમવાનું ઓડર કર્યું ત્યારે ક્રૂ મેમ્બર્સે તેની કિંમત ભારતીય ચલણમાં લેવાનો ઇન્કાર કર્યો હતો.પ્રમોદ જૈનનું કહેવું હતું કે ક્રૂ મેમ્બર વિદેશી ચલણમાં પૈસા ચૂકવવા માટે કહી રહ્યા હતા અને આ મુદ્દે તેમને જમવાનું પણ સર્વ કરવામાં નહોતું આવ્યું. તેમનો આરોપ છેકે કોઈ પણ ભારતીય એરલાઇન ભારતીય ચલણનો અસ્વીકાર ન કરી શકે.જોકે ઇન્ડિગો સામે આ પ્રથમ કેસ નથી અગાઉ પણ ઇન્ડિગોનો વીડિયો વાઇરલ થયો હતો જેમાં ગ્રાંઉડ સ્ટાફ એક વૃદ્ધ મુસાફર સાથે મારામારી કરી રહ્યો હતો.

Related posts

दिल्ली में स्मॉग प्रश्न : दिल्ली सरकार को एनजीटी द्वारा फटकार पडी

aapnugujarat

पत्रकार के साथ बदसूलूकी निन्दनीय : अखिलेश

aapnugujarat

માલ્યા કેસ : નાણાં મંત્રાલયના કેટલાંક બાબુ પર બાજ નજર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1