Aapnu Gujarat
બિઝનેસ

મની લોન્ડરિંગમાં ઝડપાયેલા કુલ કેસોમાં ૮૩ ટકા જેટલા કેસ રીયલ એસ્ટેટ અને નાણાં સંસ્થાઓ સાથે સંકળાયેલ હોવાનો ખુલાસો

સરકાર દ્વારા ગત નવેમ્બર માસમાં ભરાયેલ નોટબંધીના પગલા બાદ મની લોન્ડરિંગ અંગેના ઝડપાયેલા કુલ કેસોમાં ૮૩ ટકા જેટલા કેસ રીયલ એસ્ટેટ અને નાણાં સંસ્થાઓ સાથે સંકળાયેલ હોવાનું જાણમાં આવ્યું છે.તપાસ એજન્સી દ્વારા ૩૭૫૮ કેસમાં હાથ ધરાયેલ તપાસ દરમિયાન ૭૭૭ કેસમાં શોકોઝ નોટિસ અને એટેચમેન્ટ ઓર્ડર પાઠવવામાં આવ્યા હતા જ્યારે ૬૨૦ જેટલા કેસમાં સર્ચ હાથ ધરવામાં આવી હતી.કાળા નાણાં સંદર્ભે સરકારે ઘોંસ વધાર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા મની લોન્ડરિંગ અંગેના ૩૭૦૦ જેટલા કેસમાં તપાસ હાથ ધરી હતી. જેમાં જે શંકાસ્પદ અસ્કામતો ટાંચમાં લેવાઈ જાયય તેનું અંદાજિત મુલ્ય રૂ. ૯૯૩૫ કરોડ હતું. આ અંગે હાથ ધરાયેલ અભ્યાસના તારણ મુજબ નવેમ્બર ૨૦૧૬ અને સપ્ટેમ્બર ૨૦૧૭ વચ્ચે ફોર્ડ, ચીટીંગ અને ભ્રષ્ટાચાર અંગેના કુલ કેસોમાં ૭૪ ટકા જેટલા કેસ હતા જ્યારે સોના સંબંધિત કેસનું પ્રમાણ માત્ર ૭ ટકા હતું.ઈડી દ્વારા આવા કેસમાં હાથ ધરાયેલ તપાસ દરમિયાન કુલ કેસોમાંથી ૪૩ જેટલા કેસ ફાઈનાન્સીયલ ક્રાઈમ એટલે કે નાણાંકીય ક્ષેત્રના ગુના હતા. જેમાં મોટાપાયે શેલ કંપનીઓ સામેલ હતી. ત્યારબાદ ૩૧ ટકા કેસ ભ્રષ્ટાચાર અંગેના, ડ્રગ્સ અને નાર્કોટીક્સ ટ્રેડ અંગેના ૬.૫ ટકા, આર્મ્સ એન્ડ એક્સપ્લોઝીવ અંગેના ૪.૫ ટકા અને અન્ય કેસની સંખ્યા ૮.૫ ટકા હતી.

Related posts

जीएसटी से परेशानीः स्टॉक घटा रहे हैं होलसेलर और रिटेलर

aapnugujarat

ગુજરાતની પાંચ કંપનીઓની મૂડી ૧૦,૦૦૦ કરોડથી નીચે

aapnugujarat

પેટ્રોલ-ડિઝલ ગાડીઓ પર ક્લિન એર સેસ લગાવવા તૈયારી..!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1