Aapnu Gujarat
Uncategorized

જીતુ વાઘાણી સાથે સમાધાન સંકટમાં : રાજપૂત સમાજના આગેવાન દાનસંગ મોરીનું નિવેદન

જીતુ વાઘાણી અને રાજપૂત સમાજના આગેવાન દાનસંગ મોરીનો વિવાદને લઈ નવો વળાંક આવ્યો છે. જીત વાઘાણી સાથેના સમાધાન મુદ્દે દાનસંગ મોરીનું નિવેદન આવ્યું છે. દાનસંગ મોરીએ જણાવ્યું કે વાઘાણીએ માફી નથી માગીએ રાજપૂત સમાજનો મામલો છે. વાઘાણીએ અમિત શાહના નિવાસસ્થાને મળેલી બેઠકમાં માફી માગી હતી.સમાજના અગ્રણીઓની હાજરીમાં માફી માગી હતી. જેમાં જશા બારડની પણ હાજરી હતી. પરંતુ હવે જીતુ વાઘાણી ફરી ગયા છે. વાઘાણી ફરી વાર હવે મીડિયા સમક્ષ આવીને માફી માગે. જો તેઓ માફી નહીં માગે તો ફરીથી આંદોલન કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રજપૂત સમાજ વચ્ચે સમાધાન થઈ ગયું તેવા સમાચાર મળ્યા હતા. ભાજપના અધ્યક્ષ અમિત શાહની મધ્યસ્થીના કારણે સમાધાન થયું હતું.રજપૂત સમાજે મોટી સંખ્યામાં એકઠા થઈને વાઘાણી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જીતુ વાઘાણીને પદ પરથી દૂર કરવા માટેની માગ કરી હતી.વાઘાણી સામે રજપૂત સમાજે બુધેલ ગામની જમીન પચાવી પાડવાનો લગાવ્યો હતો આરોપ અને બુધેલ ગામના સરપંચ દાનસંગ મોરીને ખોટી રીતે ફસાવ્યાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ સમાધાન થઈ ગયાના સમાચાર હતા. પરંતુ હાલ જીતુ વાઘાણી સાથેના સમાધાન મુદ્દે દાનસંગ મોરીએ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે જીતુ વાઘાણી મીડિયા સમક્ષ આવીને માફી માગે તેવી માગ કરી છે.

Related posts

કોંગ્રેસ ભગાભાઇ બારડ સાથે છે, અમે કાયદાકીય લડત આપીશુંઃ અમિત ચાવડા

aapnugujarat

રેફરલ હોસ્પિટલમાં ગંદકી અને ઉભરાતી ડ્રેનેજના દ્રશ્યો આવ્યા સામે

editor

हिमाचल के परिणाम पहले गुजरात में चुनाव होगा : आयोग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1