Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લાની ૧૪૮-નાંદોદ (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી માટે પ્રસિધ્ધિ કરાયેલી ચૂંટણી અંગેની નોટીસ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૭ અન્વયે નર્મદા જિલ્લામાં તા.૯ મી ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ યોજાનારી ચૂંટણી સંદર્ભે ૧૪૮-નાંદોદ (અ.જ.જા.) વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી રાજપીપલાએ તા. ૧૪ મી નવેમ્બર, ૨૦૧૭ ના રોજ સદરહું ચૂંટણી માટે પ્રસિધ્ધ કરેલી ચૂંટણી અંગેની નોટીસમાં જણાવ્યા મુજબ ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક વ્યક્તિ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી, રાજપીપળાને પ્રાંત અધિકારીની કચેરી, રાજપીપલા ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને મામલતદારશ્રી, નાંદોદને મામલતદાર કચેરી, નાંદોદ ખાતે મોડામાં મોડું તા.૨૧/૧૧/૨૦૧૭ સુધીમાં કોઇપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧=૦૦ વાગ્યાથી બપોરના ૩=૦૦ વાગ્યા સુધીમાં નામાંકનપત્રો પહોંચાડી શકશે. નામાંકન પત્રના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે. નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, રાજપીપલા ખાતે તા.૨૨/૧૧/૨૦૧૭ ના રોજ ૧૧=૦૦ વાગ્યે કરવામાં આવશે. ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક વ્યક્તિ કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટીસ પહોંચતી કરવા ઉમેદવારે લેખિતરૂપે અધિકૃત કર્યા હોય તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટીસ ઉપરના ફકરા-(૨) માં દર્શાવેલ અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમાં તા.૨૪/૧૧/૨૦૧૭ ના રોજ બપોરના ૩=૦૦ વાગ્યા પહેલા પહોંચાડી શકશે. ચૂંટણી લડાશે તો મતદાન તા.૯/૧૨/૨૦૧૭ ના રોજ સવારના ૮=૦૦ થી સાંજના પ=૦૦ કલાક વચ્ચે થશે, તેમ ઉક્ત ચૂંટણીની નોટીસમાં જણાવાયું છે.

Related posts

રાજ્યમાં રસીકરણનો આંકડો ૨ કરોડને પાર

editor

આપણો ખેડૂત ડૉલર કમાતો થાય એ દિશામાં આગળ વધવું છે : રૂપાણી

editor

ઓઢવમાં રોડ પર હીટ એન્ડ રનમાં ઘવાયેલા વૃદ્ધનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1