Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

શ્રીનગરમાં બીએસએફ કેમ્પ પર જેશ-એ-મોહંમદે હુમલો કરાવ્યો : મસુદ અઝહર

પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના પ્રમુખ મસૂદ અઝહર વિરુદ્ધ ભારતે આતંકવાદી હોવાના ઘણા પૂરાવા આપ્યા છે. પાકિસ્તાન અને ચીન ભલે મસૂદને બચાવની ભૂમિકામાં હોય, પરંતુ એક ઓડિયો ક્લીપમાં મસૂદે પોતે જ શ્રીનગરમાં બીએસએફ કેમ્પ પર હુમલા કરાવ્યા હોવાની વાત કબૂલ કરી છે.પાકિસ્તાનમાં સુરક્ષિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદના પ્રમુખ મસૂદ અઝહરને ભારત વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા હંમેશા પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ ચીન મસૂદની ઢાલ બની રહ્યું છે. ભારતે પઠાણકોટ હુમલો અને મુંબઈ હુમલા મામલે મસૂદ અને જૈશ વિરુદ્ધ પુરાવા પણ આપ્યા છે, પરંતુ પાકિસ્તાન અને ચીન મસૂદના બચાવમાં છે. અને કહે છે કે મસૂદને આતંકી જાહેર કરવા માટે કોઈ પૂરતા પૂરાવા નથી. પરંતુ ચીન અને પાકિસ્તાનના આ દાવાને ખોખલો સાબિત કરે તેવી એક ઓડિયો ક્લીપમાં મસૂદ અઝહરે એ વાતને ઉજાગર કરી છે કે તેણે શ્રીનગરમાં બીએસએફ કેમ્પ પર હુમલો કરાવ્યો હતો.ઓડિયો ક્લીપમાં જૈશ-એ-મોહંમદના પ્રમુખે પોતે સ્વીકાર કર્યો છે કે, જ્યારે જ્યારે દુનિયા કહેશે કે અમે જિહાદ ખતમ કરીએ. અમારા લોકો શ્રીનગરમાં બીએસએફ શિબિર પર હુમલો કરશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈસ્લામ અને ઈસ્લામી આતંકિયોને નફરત કરે છે અને અમને મારવા ઈચ્છે છે. જ્યારે અમારા પ્રધાન કોઈ વિદેશ યાત્રાએ જાય છે તો આંતરરાષ્ટ્રીય કેટલાક નેતા મદદ કરવાને બદલે અમને મારવાની શરત મૂકે છે, પરંતુ અલ્લાની કૃપાથી અમે જીવતા છીએ.મસૂદની આ ઓડિયો ક્લીપ એક કલાક ૪૫ મિનિટ લાંબી છે. ઓડિયો ક્લીપમાં મસૂદ અઝહર સ્વીકાર કરે છે કે પાછલા ૧૭ વર્ષોંમાં ધર્મના નામ પર લોકોની ભાવનાનો ઉપયોગ કરીને ફિદાઈન મિશન માટે તૈયાર કરી રહ્યા છે અને તેના માટે લોકોને ટ્રેનિંગ અપાઈ રહી છે. તેણે આ ભાષણ પાકિસ્તાનની કોઈ મસ્જિદમાં આપ્યું છે. તેમાં તેણે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પરવેઝ મુશર્રફની પણ ટીકા કરી છે. મસૂદની ઓડિયો ક્લીપમાં કાશ્મીરમાં તેના દ્વારા કરાયેલા આતંકી હુમલાની કબૂલાત તેને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં પૂરાવો માની શકાય છે.

Related posts

क्यूबा पर सख्त हुआ US

aapnugujarat

पश्चिमी प्रशंत महासागर में भूकंप के झटके

aapnugujarat

35 દેશમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ

editor

Leave a Comment

UA-96247877-1