Aapnu Gujarat
મનોરંજન

સોનાક્ષી અને સિદ્ધાર્થની ઇત્તેફાકની કમાણીમાં આવ્યો ઉછાળો

શુક્રવારે રીલીઝ થયેલી સોનાક્ષી સિન્હા અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલમ ઇત્તેફાકે બોક્સ ઓફિસ પર રીલીઝના દિવસે ધીમી શરૂઆત કરી હતી પરંતુ બીજા દિવસે ફિલ્મની કમાણીમાં ઉછાળો નોંધાયો હતો. અને ફિલ્મ તેના ચાહકો તથા વિશ્લેષ્કોની આશા પર ખરી ઉતરી હતી. મર્ડર મિસ્ટ્રી પર આધારિત આ ફિલ્મની બોક્સ ઓફિસની કમાણીની વાત કરે તો હવે ફિલ્મને ૯.૫૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે પહેલા દિવસે ૪.૦૫ કરોડ રૂપિયાથી બોક્સ ઓફિસ પરની કમાણી કરી હતી. હાલમાં ફિલ્મે ૯.૫૫ કરોડ રૂપિયાની કમાણી કરી દીધી છે.ફિલ્મ વિશ્લેષ્ક તરણ આદર્શે આ અંગે ટિ્‌વટ કરીને માહિતી આપી હતી. ફિલ્મે પ્રથમ દિવસે ૪.૦૫ કરોડે ખાતુ ખોલ્યું હતું. તો બીજા દિવસે ફિલ્મની કમાણી ૫.૫૦ કરોડ રૂપિયા હતી. આ ફિલ્મ જૂની ઇત્તેફાકની રિમેક હોવાનું જણાવાઈ રહ્યું છે જૂની ફિલ્મમાં રાજેશ ખન્નાએ કામ કર્યું હતું.

Related posts

शादी कर ली क्योंकि मुझे प्यार हो गया था : अनुष्का

aapnugujarat

રજનીકાંત-અક્ષયની રોબોટ-૨ ફિલ્મનો ચાહકોને ઈંતેજાર

aapnugujarat

विक्रम वेधा फिल्म के हिंदी रीमेक में दिखाई देंगे सैफ अली खान और ऋतिक रोशन

editor

Leave a Comment

UA-96247877-1