Aapnu Gujarat
ગુજરાત

રાહુલ ગુજરાતી યુવાનોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે : અમિત શાહ

ભાજપ પ્રમુખ અમિત શાહે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવાનો દોર આજે જારી રાખ્યો હતો. ૨૦૧૭ની ચૂંટણીના અનુસંધાનમાં ચોથી નવેમ્બરથી ઝંઝાવાતી પ્રવાસની શરૂઆત કરનાર અમિત શાહે આજે નવસારી તાતા હોલ ખાતે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. ત્રણેય જિલ્લાના પ્રમુખ, મહામંત્રી, સંગઠનના પદાધિકારીઓ, મંડળના પ્રમુખ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, બોર્ડ નિગમના ચેરમેન, વાઈસ ચેરમેનઅને શક્તિ કેન્દ્રના પ્રમુખોને માર્ગદર્શન આપતા અમિત શાહે જણાવ્યું હતું કે, તેમની સામે અનુભવી કાર્યકર્તાઓની ફોજ છે. ભાજપનો કાર્યકર્તા ઘડાયેલો કાર્યકર્તા છે. સમર્પિત કાર્યકર્તા છે. અમિત શાહે ગુજરાતના યુવાનોને ગુમરાહ કરવાનું બંધ કરવા રાહુલ ગાંધીને કહ્યું હતું. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં રોજગારીની વાતો કરનાર રાહુલ ગાંધી પહેલા અમેઠીના યુવાનોને રોજગારી આપે. અમેઠીના હજારો લોકો ગુજરાતમાં નોકરી ધંધા કરી રહ્યા છે. અમિત શાહે કોંગ્રેસી નેતાઓ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપની જીત નિશ્ચિત છે પરંતુ આપણા માટે જીત એટલે ૧૫૦થી વધુ બેઠક. ભાજપનો કાર્યકર્તા આ મુડ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો છે. કોંગ્રેસને જડમૂળથી ઉખેડી ફેંકવા માટેની આ ચૂંટણી છે. સામાન્યરીતે પાર્ટી જીતે તો નેતાનું કદ મોટુ થાય છે અને હારે તો નેતાનું કદ નાનું થાય છે પરંતુ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ૧૮-૧૮ ચૂંટણીઓ હારી ચુકી છે પરંતુ રાહુલ પ્રત્યેનું મમત્વ કોંગ્રેસથી છુટતું નથી. ગાંધી પરિવાર ઉપર અમિત શાહે પ્રહારો કર્યા હતા. અમેઠીના યુવાનો ગુજરાતમાં રોજગારી માટે પહોંચી રહ્યા છે. અમિત શાહે સતત બીજા દિવસે રાહુલને જ ટાર્ગેટ બનાવીને પ્રહારો કર્યા હતા.

Related posts

ખેડૂત કાયદાને લઈ હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

editor

હિંમતનગરમાં બધી પ્રતિમાઓને ફૂલહાર કરાયા

editor

ગાંધીનગર મનપાના ૨ કર્મીઓ લાંચ લેતા ઝડપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1