Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત : નરેન્દ્ર મોદી ૯મીથી ઝંઝાવતી પ્રચાર કરે તેવી વકી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રણશિંગુ ફુંકાઈ ચુક્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવા તૈયારી કરી ચુક્યા છે. મળેલી માહિતી મુજબ મોદી નવમી નવેમ્બરથી વિધિવતરીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. અલબત્ત વડાપ્રધાનની ઓફિસ તરફથી રાજ્ય ભાજપને અંતિમ માહિત મળી શકી નથી પરંતુ જાણકાર સુત્રોના કહેવા મુજબ વડાપ્રધાન મોદી નવમી નવેમ્બરે સુરતમાં પ્રચાર કરનાર છે જ્યારે ૧૦મી નવેેમ્બરે રાજકોટ ખાતે પહોંચી શકે છે. મોદી આ બંને શહેરોમાં જાહેરસભાઓ કરશે. તાજેતરના સમયમાં જ આ બંને શહેરોમાં મોટાપાયે અંધાધૂંધી જુદા જુદા વિષયોને લઇને થઇ ચુકી છે. આવી સ્થિતિમાં મોદી ઉપર હવે મુખ્ય આધાર છે. સુરત અને અન્યત્ર ભાજપને લઇને હાલમાં નારાજગી પણ દેખાઈ રહી છે. ભાજપ માટે ચૂંટણી પ્રચારની બાબત આ જગ્યાએ મુશ્કેલરુપ દેખાઈ રહ છે પરંતુ આક્રમક ઝંઝાવાતી પ્રચાર કરવા માટે મોદી સુસજ્જ થઇ ચુક્યા છે. હાલ મોદી હિમાચલમાં પ્રચાર કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બે તબક્કામાં ૯મી અને ૧૪મી ડિસેમ્બરના દિવસે ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં ૯મી ડિસેમ્બરના દિવસે ૮૯ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં ૧૪મી ડિસેમ્બરના દિવસે ૯૩ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં બંને જગ્યાઓએ મતગણતરી એક જ દિવસે એટલે કે ૧૮મી ડિસેમ્બરે થશે. ગુજરાત ચૂંટણીમાં આ વખતે ૫૦૧૨૮ પોલિંગબુથ અથવા તો મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. હિમાચલમાં મતદાન બાદ ગુજરાતમાં પ્રચાર વધુ તીવ્ર બને તેવા સંકેત છે.

Related posts

નર્મદા જિલ્લામં આજથી ત્રિદિવસીય પ્રારંભાયેલી આદિજાતિ  વિકાસ ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવતાં રાજ્યમંત્રીશ્રી તડવી

aapnugujarat

ગીર-સોમનાથ જિલ્લાનાં પીછવા-પીછવી ગામમાં રોજગારી મેળવતા ૩૭ મહારાષ્ટ્રના શ્રમિકોનું વતન તરફ પ્રયાણ

editor

વડોદરા શહેરમાં સભા સરઘસબંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1