Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભૂમિ અધિગ્રહણ વગર કોઇ નવી યોજના શરૂ કરાશે નહીં : રેલવે

રેલવેએ પ્રથમ વખત નિર્ણય કર્યો છે કે, ભૂમિ અધિગ્રહણ માટેની પ્રક્રિયાને પૂર્ણ કર્યા વગર નવી રેલવે લાઈન બિછાવવાની કોઇપણ યોજના શરૂ કરવામાં આવશે નહીં. આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કે, જમીન નહીં મળવાની સ્થિતિમાં કોઇ યોજના અધવચ્ચે અટવાઈ ન પડે. એક નવી નીતિ હેઠળ રાષ્ટ્રીય પરિવહન રેલવે દ્વારા ભૂમિ અધિગ્રહણની પ્રક્રિયા પુરી થવા અથવા તો એક નિર્ધારિત સમયની અંદર રેલવેને જમીન આપવા માટે રાજ્ય સરકાર પાસેથી ગેરન્ટી માટે લેખિત ખાતરી નહીં મળવા સુધી એક પ્રકારની યોજના પર બ્રેક રાખવામાં આવશે. જમીન અધિગ્રહણની પ્રક્રિયા પૂરી થઇ ગયા બાદ જ નવી રેલવે લાઈનને લઇને આગળ વધવામાં આવશે. નવી નીતિમાં કહેવામાં આવ્યું છે કે, ભૂમિ અધિગ્રહણ પૂર્ણ થઇ ગયા બાદ કોઇ હવે આગળ વધવામાં આવશે. ભૂમિ અધિગ્રહણ પૂર્ણ થઇ ગયા બાદ જ કોઇ નવી લાઈનની યોજનાને લઇને ટેન્ડર જારી કરવાનું કામ શરૂ કરવામાં આવશે. આ સમયે કોઇ યોજનાને શરૂ કરવા માટે માત્ર ૭૦ ટકા ભૂમિ અધિગ્રહણની જરૂર છે. જેના પરિણામ સ્વરુપે ભૂમિ ઉપલબ્ધ ન હોવાની સ્થિતિમાં કામ રોકી શકાશે નહીં. અધિકારીઓનું કહેવું છે કે, ટેન્ડરની પ્રક્રિયાને સાવધાનીપૂર્વક આગળ વધારવામાં આવશે. એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, આ નવી નીતિ મુજબ જો રાજ્ય સરકાર નવી રેલવે લાઈન ઇચ્છે છે તો આના માટે તેને રેલવેને ભૂમિ ઉપલબ્ધ કરાવવાની રહેશે. જો ભૂમિ ઉપલબ્ધ થશે નહીં તો તેને મૂડીરોકાણમાં નુકસાન ઉઠાવવાની ફરજ પડી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે, દર વર્ષે આવા વિલંબના પરિણામ સ્વરુપે ખર્ચમાં આશરે ૧૦-૧૫ ટકા સુધીનો વધારો થઇ જાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને ભૂમિ અધિગ્રહણ પૂર્ણ થયા વગર કોઇ નવી યોજના રેલવે શરૂ નહીં કરે.

Related posts

भोपाल में गणपति विसर्जन के दौरान नाव पलटी, 11 लोगों की मौत

aapnugujarat

શેલ્ટર હોમ કેસમાં CBI તમામ કેસમાં તપાસ કરશે

aapnugujarat

પઠાણકોટ એરબેઝ પર ફરી આતંકવાદી હુમલાનો ખતરો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1